મૌન

સંસારમાં મૌનની પણ એક ભાષા છે,
મૌનમાં છે હકાર અને નકાર .
દીકરી, મૌન ઘણી વાર આપણને
દુ:ખદ અકસ્માતોથી બચાવી લે છે,
મૌન ઘણી વાર આપણી પ્રતિષ્ઠા વધારે છે .
મૌન તો છે એક મહામુલી સંપતિ .
દીકરીઓને  તો સહજ છે મૌનના વરદાન,
તારા દરેક શબ્દને ઉચ્ચારતા પહેલા
તું એને મૌનના સરોવરમાં સ્નાન કરાવજે ,
કારણ કે બોલાયેલો શબ્દ
એક બંધન હોય છે દીકરી  .
તારા મૌનની તું માલિક છે ,
પણ  તારો શબ્દ આ જગતની સંપતિ છે,
મૌનથી તું તારા મનમધુવનને પણ ઓંળખજે,
મૌનથી તારા શબ્દની પ્રતિષ્ઠા વધશે .

Leave a comment

%d bloggers like this: