રે મન, ચાલ મહોબ્બત કરીએ – હરીન્દ્ર દવે

રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને
દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત
એક સ્મિત દઇ લઇ લઇએ

પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.

દુનિયાની તસવીર ઉઘાડી
આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર
પીવડાવી દે, પી લે

જીવનનું પયમાન ઠાલવી દઇ શૂન્યતા ભરીએ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: