લીલવા ની ખીચડી

સામગ્રી : – ૧ કપ ચોખા , ૧/૪ કપ લીલવા ( લીલીતુવેરના દાણા ) , ૧ નાનું બટાકુ , ૧ નાનો કાંદો , આદુ ,મરચા અને લસણ ની પેસ્ટ ૨ ટી સ્પુન , ૪-૫ કાળા મરી , વઘાર માટે તજ, લવિંગ , તમાલપત્ર , રાઈ ,જીરુ ,હિંગ ,લીમડા ના પાન ૫-૭ . ગરમ મસાલો ૧ ટી સ્પુન , મીઠું સ્વાદ મુજબ , પાણી જરૂર મુજબ ,તેલ ૨-૩ ટે સ્પુન , સિંગદાણા -૨ ટી સ્પુન , ૧ નાનું ટામેટું , હળદર ૧/૨ ચમચી ,ધાણાજીરું ૧ ચમચી ,મરચું  ૧ ચમચી , કોથમીર સજાવટ માટે , દેશી ઘી ૨-૩ ચમચી .

રીત : – ચોખા ને સાફ કરી ધોઈ લો .કાંદો અને બટાકા ને ઝીણા સુધારી લો .ટામેટું પણ બારીક કાપી લો . હવે કુકર માં તેલ લઇ રાઈ નાંખો ,રાઈ ફૂટે પછી જીરુ નાંખો ,જીરુ લાલ થાય પછી હિંગ ,લીમડા ના પાન ,તમાલપત્ર , તજ લવિંગ નાંખો , આખા લાલ સુકા મરચા પણ વઘાર માં નાંખી શકાય . હવે કાંદો, બટાકુ નાંખી થોડીવાર સાંતળો .એમાં ટામેટું અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાંખો બરાબર સાંતળો. હવે એમાં  ચોખા નાંખો, લીલવા ના દાણા પણ નાંખો અને હલાવો . મરી , સિંગદાણા ,મીઠું અને ગરમ મસાલો નાંખો .હળદર , ધાણાજીરું અને લાલ મરચા નો પાવડર  નાંખો . જરૂર મુજબ પાણી નાંખો .૩-૪ સીટી વાગે એટલે ગેસ બંધ કરો .કુકર ઠરે પછી ખોલી ઉપર થી કોથમીર નાંખો . ઉપરથી થોડું દેશી ઘી નાંખો . ગરમ ગરમ ખીચડી સલાડ સાથે અથવા પાપડ અને કઢી સાથે ખુબ ટેસ્ટી લાગે છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: