વઢવાણી મરચા નું અથાણું :-
સામગ્રી :- નાના કુમળા વઢવાણી મરચા ૨૫૦ ગ્રામ ,રાઈ ના કુરિયા ૨ મોટી ચમચી ,૨ થી ૩ લીંબુ નો રસ ,મીઠું સ્વાદ પ્રમાણે અને સરસિયું તેલ અથવા સીંગ તેલ ૨ ચમચી.
રીત :- સૌ પ્રથમ મરચા ને પાણી થી ધોઈ કોરા કરીવચ્ચે થી કાપા કરી લો .હવે તેમાં થોડું મીઠું નાખી ૫ થી ૬ કલાક ઢાંકી ને રાખી મુકો .હવે તેમાંથી મીઠાનું પાણી છુટ્યું હોય તે કાઢી નાંખો અને મરચા ને એક સ્વચ્છ કપડા માં કોરા કરો તડકા માં અથવા પંખા નીચે થોડીવાર રહેવા દો .હવે એક વાસણ લઇ તેમાં સાફ કરેલા રાઈ ના કુરિયા ,લીંબુ નો રસ ,મીઠું અને તેલ લઇ ને ફીણો.બરાબર ફિણાઈ જાય એટલે તેમાં કોરા કરેલા મરચા ભેળવી દો અને બરાબર મિક્સ કરો. હવે આ તૈયાર થયેલા મરચા ને એક સ્વચ્છ કાચની કે પ્લાસ્ટિક ની એર ટાઈટ બરણી માં ભરી લો અને ફ્રીઝ માં રાખો .ઘણાં દિવસ સુધી સારા રહે છે .ખાખરા, થેપલા, પૂરી કે દાળભાત ,ખીચડીકઢીનીસાથે ખાવા ની મજા આવે છે .
Leave a Reply