વધેલા ભાત

જો ભાત વધ્યા હોય તો મિક્સી માં ૧ કપ ભાત ,૨-૩ ચમચી રવો અને ૨-૩ ચમચી દહીં નાંખી પીસી લેવું અને તેમાં ઝીણા સુધારેલા કાંદા , ૧/૪ ચમચી આખું જીરુ , બારીક કાપેલું લસણ ,બારીક કાપેલા આદુ ,મરચા અને કોથમીર નાંખી સ્વાદ મુજબ મીઠું નાંખી ખીરું બનાવો અને નોન સ્ટીક તવી માં ૧ ચમચો ખીરું નાંખી પુડલા બનાવો .ખીરા માં જરૂર મુજબ પાણી નાખવું .ગરમ ગરમ પુડલા ગ્રીન ચટણી અથવા કોપરા ની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે .

Leave a Reply