વરસાદને   વિનંતીપત્ર  અને વરસાદનો જવાબ

???✉

*વરસાદને   વિનંતીપત્ર*
રોજ   રોજ   આમ   નખરા   ન   કર , 

ખોટા  ખોટા   આમ   વાયદા   ન   કર . 
દાનત   હોય   વરસવાની ,  વરસી   જા ,

બિનજરુરી    આંટા    ફેરા    ન    કર . 
સારું   નથી   લાગતું   આ   બધું   તને ,

હાલત   પર   અમારી   હસ્યા   ન   કર .
સો    વાતની   બસ   એક   જ   વાત  ,

લાંબી   લાંબી   આમ   ચર્ચા   ન   કર . 
વિનંતીઓ  ,   પ્રાર્થનાઓ   સૌ   કરે   છે ,

હવે   વધારે   રાહ   જોવડાવ્યા   ન   કર .
???

*વરસાદનો જવાબ..*
મારા માટે તુ આમ કરગર્યા ન કર!

સાવ આડેધડ વૄક્ષો કાપ્યા ન કર!
‘કાર્બન’, ‘ગ્રીન હાઉસ’ વાત ન કર,

વાતોના વડાથી જખમ ખણ્યા ન કર!
વાદળો બનાવવા રોજ મથ્યા કરુ છુ,

તુ ઓઝોનમાં ગાબડાં પાડ્યા ન કર!
સૂકીભઠ્ઠ ધરા તો છે મારી પ્રિયતમા,

મને પ્રિયતમાથી દૂર રાખ્યા ન કર!
સમયસર આવતો રહીશ, શર્ત એટલી,

પ્રકૃતિ સાથે આમ ખેલ્યા ન કર! ?☝??

Leave a Reply