વહાલી દીકરી સાંભળ નેઃ 

​વાહલી દીકરી સાંભળ ને :

આમ તો કાન મારા બિલકૂલ સારા છે ;  ફક્ત આવીને વાહલ થી આમળી જા ને 

માથું મારું સહેજ પણ દુઃખતું નથી ; ફક્ત આવીને વહાલ થી પંપાળી જા ને 

કેટલી ડાહ્યી થઇ ગઈ છે તું ; ફક્ત અચાનક આવીને જીદ્દી ધમાલ મચાવી જા ને 

સાચ્ચું કહું છું તારો ખાલીપો મને સતાવતો નથી ; ફક્ત આવી ને તારી હાજરી નો કમાલ બતાવી જા ને 

નજર ફરે છે ઘર ના દરેક ખાલી ખૂણા પર ; ફક્ત આવી ને દરેક ખૂણા સજાવી જા ને 

હસતા હસતા અટકી જાય છે હોંઠો ના વણાંક ; ફક્ત આવી ને ખડખડાટ હસાવી જા ને 

હવે ક્યા શક્ય છે તને પીઠ પર બેસાડી ને ફરવાનું ; ફક્ત આવી ને વાંસા પર કોમલ હાથ ફેરવી જા ને 

દિલ માં દીકરી માટે વિશિષ્ટ જગ્યા હોય છે ; ફક્ત આવી ને એ જગ્યા પર ડોક્યું કરી જા ને  

મારી આંખો માં કઈ ભીનાશ નથી ; ફક્ત આવી ને એ બાબત ની હાશ કરી જા ને

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: