વાનવા

સામગ્રી : ૧ કપ બેસન ( ચણાનો લોટ ) ,ચપટી અજમો , મીઠું સ્વાદ મુજબ , ચપટી હિંગ અને તળવા માટે તેલ .

રીત : સૌ પ્રથમ લોટ ને ચાળી લો .તેમાં અજમો મીઠું અને હિંગ નાંખો અને જરૂર મુજબ પાણી નાંખી પુરી વણી શકાય એવો લોટ બાંધો . મીડીયમ  સાઇઝ ની પુરી વણો .જરૂર પડે તો અટામણ માટે બેસન લઇ વણો અને થોડી વાર કપડા પર સુકાવા દો .બધી પુરી વણાઈ જાય એટલે તેલ ગરમ મૂકી તળી લો . થોડું ચટપટું કરવું હોય તો વાનવા ઉપર  ચાટમસાલો છાંટો . ચા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે .

Leave a Reply