ડૉ . શ્રી મુકેશ ભાઈ જોષીએ મને ઈમૈલ થી આ ગઝલ મોકલી છે જે આપ સૌ ની સાથે શેર કરું છું .
આશા છે આપ સૌ વાચક મિત્રો ને જરૂર ગમશે .
ઉગતા સુર્ય ને પૂજવા ની વાત નથી , આ તો આથમતા સુરજ ની વાત છે ,
શબ્દો નવા નવા શીખવા ની વાત નથી ,આ તો અર્થ ને સમજવા ની વાત છે ,
સાત સાત ઘોડાવાળા રથ ની વાત નથી , આ તો રથી ની વ્યથા ની વાત છે ,
ખીલખીલાટ મોજ મસ્તી ની વાત નથી ,આ તો બોખી કરચલી ની વાત છે ,
પૂરબ થી પશ્ચિમ ની યાત્રા ની વાત નથી ,આ તો વાદળ ઘેરાયા ની વાત છે
ઉંચે ચડી ને પછી ભૂસકા ની વાત નથી ,આ તો અટકેલા ડુસકા ની વાત છે ,
પૃથ્વી ની આસપાસ ફરવાની વાત નથી ,આ તો પૃથ્વી ફરી તેની વાત છે ,
કશુક વહેચી ને પામવા ની વાત નથી , આ તો પામેલું વહેચવા ની વાત છે ,
સુરજ ના તાપે પરસેવા ની વાત નથી ,આ તો સુરજ ના પસીના ની વાત છે ,
લખવા ખાતર લખવા ની વાત નથી ,આ તો લખી ને રાખવા ની વાત છે .
————ડૉ .મુકેશ જોશી
You must log in to post a comment.