વિસરાઈ ગયેલી વાનગી – ઘેંસ

સામગ્રી :-૧ કપ કણકી ( ચોખા ની ), છાસ ૨ કપ , મીઠું સ્વાદ મુજબ , આખું જીરું ૧/૨ ચમચી , વાટેલા આદુ મરચા   ૧ ચમચી , સફેદ તલ ૧/૨ ચમચી , જરૂર મુજબ પાણી ,કોથમીર સજાવટ માટે

રીત :- સૌ પ્રથમ કણકી ને સારી રીતે ધોઈ લો .હવે કુકર માં કોથમીર સિવાય ની બીજી બધી સામગ્રી મિક્સ કરો .સામાન્ય રીતે આ માપ થી કણકી સરસ ચડી જાય છે પણ જો જૂની કણકી હોય તો વધારાનું પાણી ઉમેરવું પડે છે .હવે કુકર ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો .તાપ મીડીયમ રાખવો . ૩- ૪ સીટી   વગાડી ગેસ બંધ કરો .કુકર ઠરે એટલે ખોલી ,કોથમીર થી સજાવી ગરમ ગરમ ખાવા  થી સ્વાદિષ્ટ લાગે છે .પચવા મા પણ હલકી છે .નાના મોટા વૃદ્ધ કોઈ પણ આ વાનગી ની મજા લઇ શકે છે .અને બનાવવા મા પણ ખુબ સરળ છે .સલાડ સાથે અથવા એકલી પણ સારી લાગે છે .ઢીલી જોઈએ તો ઉપર થી છાસ લઇ શકાય અથવા બનાવતી વખતે પણ વધુ પાણી લઇ શકાય .  આ ઝીરો ઓઈલ વાનગી છે .

Leave a Reply