એક ભાઈ હોટલ માં અવારનવાર જમવા જતા અને જમ્યા પછી હમેશા વેઈટર ને ટીપ આપતા .વેઈટર પણ તેમના થી ખુશ હતો .એક દિવસ એવું બન્યું કે એ ભાઈ હમેશ ની જેમ જમવા ગયા .જમી લીધાબાદ વેઈટર બિલ લાવ્યો .આદત મુજબ બિલ ચૂકવવા માટે ખિસ્સા માં હાથ નાખ્યો તો ખિસ્સું કપાઈ ગયેલું અને પર્સ કોઈ ચોરી ગયેલું . એ ભાઈ ને પરસેવો વળી ગયો . હવે શું કરવું .બે ચાર ફોન જોડ્યા પણ કોન્ટેક્ટ ન થયો .છોભીલા પડી ગયા .માલિક કેવું વિચારશે અને ગુસ્સા માં શું કરશે.પોતાની આબરુ શું રહેશે એમ વિચારતા નર્વસ થઇ ગયા . તે વેઈટર આ બધુ જોઈ ને સમજી ગયો .તે નજીક આવી ને હસી ને બોલ્યો .સર , ચિંતા ન કરો .હું તમારી પરિસ્થિતિ સમજુ છું .તમે કાયમ મને ટીપ આપો છો , આજે મારા તરફ થી તમને ટ્રીટ. પેલા ભાઈ અહોભાવ સાથે સ્મિત આપી આભાર માની બહાર નીકળ્યા .
આને કહેવાય સજ્જનતા .એટલે જ મારું ભારત મહાન .
Leave a Reply