શબ્દનો અર્થ ખુદ એની જ સામો થઈ ગયો,- ડૉ મુકેશ જોષી

શબ્દનો  અર્થ ખુદ એની જ સામો થઈ ગયો,

જોતજોતામાં પછી ઝઘડો નકામો થઈ ગયો.

વાત બહુ આગળ વધે એમાંય શું મજા વળી?

એટલે ખામોશ રહ્યો તો શબ્દ નકામો થઈ ગયો.

શબ્દયાત્રામાં વળી થાક જેવું હોય કંઈ?

મંઝીલ ગણી મથ્યા અમે, એ વિસામો થઈ ગયો,

કામની સાથે અહીં કેમ નામ પણ બદલાય છે?

રામચંદ્ર  નામ એનું પણ એ રામો થઈ ગયો.

લખ્યા વિનાના શબ્દની તું તાકાત જોઈ લે,

એક શબ્દ વિના તો કાગળ નનામો થઈ ગયો.

હું બોલવા લાગ્યો ત્યાં એ બસ ચાલવા લાગ્યા,

મહેફીલમાં આ જુઓ કેવો હંગામો થઈ ગયો?

                                                      – ર્ડા. મુકેશ જોષી

Leave a Reply