શ્રવણ ગીત

વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય …

શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો ,

તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય …

તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા ,

ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય …

દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું જાણી બાણ ચડાવે ,

બાણ થી શ્રવણ ના જીવ જાય , છોડી કાય …કાય …કાય …

અંધ માતપિતા ટળવળતા , દીધો શ્રાપ જ મરતા મરતાં ,

મરજો દશરથ પુત્ર વિયોગે , ટળવળતા હાય …હાય …હાય …

જયારે  રામજી વન સંચરિયા ,દશરથ પુત્ર વિયોગે મરીયા ,

‘અમરતગર ‘ કહે દુઃખ ના દરિયા ઉભરાઇ જાય …જાય …જાય

વિધિ ના લાખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય .

Leave a Reply