સંત શ્રી જલારામ બાપા

૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ .  વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન .

           “ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ”
આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી  પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં જન્મેલા સંત તે પૂજય જલારામબાપા વિષે થોડું કહેવું છે.જલારામ    બાપાનો જન્મ દિવસ એટલે કારતક સુદ સાતમ . જલારામબાપાને ૨૧૩ વર્ષ થયા . પરંતુ જલારામબાપાની પુણ્ય તિથિ એટલે મહા વદ દસમ . જલારામબાપાની આ ૧૩૨  મી પુણ્ય તિથિ નિમિતે આજે  જલારામબાપાને યાદ કરી વંદન કરું છું .
પૂજ્ય બાપા  ના અંગ ઉપર સફેદ ઝભ્ભો, સફેદ ધોતી, માથે મોટી  પાઘડી, એક હાથમાં લાકડી, બીજા હાથમાં માળા  , ડોકમાં પણ માળા , પ્રેમાળ આંખો ,શાંત ચહેરો એટલે  જલારામબાપા .બાપની આટલી સમજણ પછી એમની છબી નજર સામે આવીજ ગઈ હશે છતાં એમનાં એક ભજનની બે લીટી લખ્યા વગર નથી રહેવાતું,
                જલા તું તો અલ્લા કહેવાયો
અમર તારો લેખ લખાયો …
જલારામબાપા વિષે જાણ્યા પછી તેમનું ગામ વીરપુરમાં  ગયા વગર રહેવાય નહીં . અને જઈએ  પછી  બાપા વિષેનો સાચો ખ્યાલ આવે  . તેમનો મંત્ર ખાવો અને ખવડાવો ..
                રામ નામમે લીન હૈ, દેખત સબ મેં રામ
તાકે પદ વંદન કરું જય  જય  જલારામ .

આ  સંત  વિષે જેટલું લખીએ તેટલું ઓંછું  છે .
બોલો શ્રી જલારામબાપાની જય , વીરબાઇ માતની જય …

શિલ્પા ઠકકર


Posted

in

by

Tags:

Comments

2 responses to “સંત શ્રી જલારામ બાપા”

 1. Kedarsinhji M Jadeja Avatar

  જલારામ બાપા

  વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
  દાતા તમે આવ્યા જલા ના વેશ માં….

  માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
  વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
  સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

  અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
  ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
  હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.

  લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
  ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં
  ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…

  પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
  લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
  ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં

  રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
  હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
  સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..

  રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
  દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
  અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

  દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
  હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
  એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં…

  દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
  સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો
  હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

  અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે “પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે…”

  અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો તાંબાનો સિક્કો.

  રચયિતા :
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ -કચ્છ
  http://www.kedarsinhjim.blogspot.com
  [email protected]
  મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

  1. Maya Raichura Avatar
   Maya Raichura

   Thank u for your visit n comment .

Leave a Reply