સદા વસંતમ

સદા વસંતમ

ફેશન અને લેશન વચ્ચે અટવાઈ જાય છે કેટલાક યુવાનને યુવતીઓ. ફેશનનો અર્થ અધર્મ કે અમર્યાદ વાણી કે વર્તન નથી. સમયથી સહેજ આગળ ચાલવાની મનુષ્યની તમન્ના એમાં છુપાયેલી છે .
જો સમયથી આગળ જ ચાલવું હોય અને આ જગતને તમારે આંજી દેવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે જ્ઞાન .સારા જ્ઞાનના પ્રકાશથી આ  વિશ્વના ભવિષ્યને ઓજસ્વી બનાવી શકે તો તમે સદાય યુવાન રહી શકો ,ફેશન મદદ કરે છે આપણને, આપણે હોઈએ તેના કરતાં વધુ સુંદર દેખાવમાં,જ્ઞાન મદદ કરે છે,
આપણે દેખાઈએ તેના કરતાં પણ વધુ સુંદર હોવામાં,ફેશન કદાચ વધુમાં વધુ તો પ્રાસંગિક જ્ઞાન હોઈ શકે પણ જ્ઞાન તો સર્વકાલીન ફેશન છે દેખાવું એના કરતાં હોવું વધુ સારું, નહી ?

One Reply to “સદા વસંતમ”

Leave a Reply