સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું,

સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું,

ને પાછો તરત ઉંઘવા લાગી ગયો છું હું.

મૌનના મલમથી મટાડવા મથું છું હું,

શબ્દના કારણે તને વાગી ગયો છું હું.

ચાલ એક વાત તો પ્રભુ તું કબૂલ કર,

છોડીને રણ ક્યાં કદી ભાગી ગયો છું હું?

ભિક્ષુક નથી કારણ અંદર ઉભો છું હું,

પ્રાર્થનાના નામે ઘણુંય માંગી ગયો છું હું.

લાગણી હવાની એટલી સમજી શકું છું,

પોલી બનીને વાંસળી વાગી ગયો છું હું.

એકાદ શેર સારો ભૂલથી લખી શકું છું,

પાડવાને ત્યાં તો તાળી લાગી ગયો છું હું.

ભાંગ-તૂટ છંદમાં એટલે ચલાવી લઉં છું,

જોતો નથી ખુદ પણ ભાંગી ગયો છું હું.

– ર્ડા. મુકેશ જોષી

Leave a Reply