મને ઈમેલ થી મળેલી આ ગઝલ આપ સૌ સાથે શેર કરું છું .
અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે,
અને એમની આંખે જોયું એમાં પણ રંગોળી છે…
હું મઘમઘતો કેસૂડો એ ખળખળ વહેતું પાણી,
એકમેકમાં ભળી જઈને કરીએ ખૂબ ઉજાણી…
અને ઉજાણી કરવા આવી રંગોની કૈં ટોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે…
યુગોયુગોથી સપનાંઓ પણ હતાં બ્લેક ને વ્હાઇટ,
રંગ તમારો ભળ્યો શ્વાસમાં થયું બધુંયે રાઇટ.
અડ્યા તમે તો લાગ્યું ઇચ્છા કેસર અંદર બોળી છે,
અમે રંગની સાથે સાથે જાત અમારી બોળી છે…
– અનિલ ચાવડા
You must log in to post a comment.