હેલ્ધી ડ્રીંક – કાવો

આ પોરબંદર નું એક દેશી પીણું છે જે  શિયાળા ની ઠંડી ને પળ માં જ દુર કરી શરીર માં ગરમાટો લાવે છે અને ચુસ્તી સ્ફૂર્તિ આપે છે .

સામગ્રી :-બુંદદાણા ( કોફી સીડ્સ ) ૧ ટી સ્પુન , ફુદીનો ૮ થી ૧૦ ડાળખી , આદુ ૧ નાનો ટુકડો , સંચળ પાવડર ચપટી, સ્વાદ મુજબ મીઠું ,મરી નો પાવડર ૧/૨ ટી સ્પુન , પાણી ૪ કપ , લીંબુ, ૧ ચમચી કોફી પાવડર .

રીત :- સૌ પ્રથમ એક પેન માં પાણી લો .તેમાં લીંબુ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો . આદુ ને ખમણી ને નાંખો . હવે એને ઉકળવા દો . ૩ કપ  જેટલું બાકી રહે એટલે ગાળી લો એમાં લીંબુ નીચોવી ગરમ ગરમ પીઓ . ઠંડી તો ઉડી જશે પણ શરદી , કફ , ખાંસી માં પણ રાહત થશે . અજમાવી જોજો એક વાર પીને ,અને મને તમારો અભીપ્રાય આપવાનું ભૂલતા નહી હોં .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply