એક સમજુ પિતા નો પત્ર:
પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..
૧) જીવન, નસીબ અને મૃત્યું કોઈ જાણી શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .
૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.
૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારૂ ને શાંતિ થી જીવવા આટલું જ કરજે
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મન માં ના લાવીશ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હંમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારો વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર ના માની લેવા.
૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ન શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા શીખ જે .
૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીશ
તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.
૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ન થવું.
૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વિદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.
૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે.
૭) તું તારું વચન હંમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખવી. જો આ વાત તને સમજાઇ જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે.
૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મહેનત કરવી જ પડે છે. તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ.
૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
સ્વજનો.. જો આ વાક્યો સોનેરી લાગ્યા હોય તો એક-બે વધુ સ્વજનોને શેર કરજો ..
સહ્રદયથી શ્રેષ્ઠ શુભેચ્છાઓ….
Leave a Reply