ઇન્સ્ટન્ટ મીઠાઈ – બદામ બાટી

સામગ્રી – વાટેલી બદામ નો પાવડર કરકરો – ૧ કપ , ખાંડ દળેલી ૧/૪ કપ ,એલચી પાવડર ચપટી, દૂધ લોટ બાંધવા પૂરતું ,ઘી બાટી શેકવા માટે .

રીત – એક વાસણમાં બદામ નો પાવડર ,દળેલી ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો .હવે એમાં થોડું થોડું દૂધ નાખી હળવે હાથે લોટ બાંધો .લોટ કઠણ રાખવો .નાની નાની ગોળ બાટી બનાવો .એક નોનસ્ટીક તવા ઉપર ઘી લગાવી બાટી શેકો . એક બાજુ ગુલાબી રંગ ની થાય એટલે તેને બીજી બાજુ ફેરવી થોડું ઘી મુકી સારી રીતે શેકો .ગેસ ની આંચ મીડીયમ રાખો .બન્ને બાજુ સરખી શેકાઈ જાય એટલે ઉતારી લો .વારાફરતી બધી બાટી આવી રીતે શેકી લો .ગરમ ગરમ પણ સારી લાગે છે અને ઠંડી થયા પછી પણ ફ્રીઝ માં બે ચાર દિવસ રાખી શકાય છે .

નોધ – દૂધ નાખતી વખતે ચમચી થી ટીપે ટીપે નાખવું .જો વધારે પડી જાય તો નરમ થઇ જાશે અને ખાંડ ઓગળવાથી એકદમ નરમ પડી જાશે તો બાટી વળશે નહી અને છૂટી પડશે એટલે ખાસ ધ્યાન રાખવું .દૂધ એકદમ ધીમે ધીમે નાખવું .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: