ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?

ઊગતા સૂર્યનું દર્શન કરવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ ખરું ?

વેદોમાં ઊગતા સૂર્યના કિરણોનું  ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે . અર્થવેદના એક મંત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય મુત્યુના સર્વે કારણો અર્થાત સર્વ રોગોને નષ્ટ કરનાર છે . ઉદિત થતા સુર્યમાંથી આવા રક્ત કિરણો નીકળે છે . આ લાલ કિરણોમાં જીવનશકિત હોય છે અને રોગોને નાશ કરવાની વિશેષ ક્ષમતા રાખે છે . ઋગ્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ઉદય પામતો સૂર્ય હૃદય ની બીમારીઓંને અને રક્ત ની કમીને દૂર કરે છે . સવારમાં સૂર્યોદયના સમયે પૂર્વાભિમુખ રહીને સંધ્યોપાસના અને   હવન  કરવાનું આ જ રહસ્ય છે . આમ કરવાથી સૂર્યના સિંદુરી  કિરણો સીધા જ છાતી પર પડે છે અને તેના પ્રભાવથી વ્યકિત  સદા નીરોગી રહે છે . અર્થવેદના બાવીસ મંત્રોમાં સૂર્ય કિરણ ચિકિત્સા થી વ્યક્તિ  સદા નીરોગી રહે છે એમ કહેલ છે . અર્થવેદના બાવીસ મંત્રોમાં સૂર્ય કિરણ ચિકિત્સા થી મટતા રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે . આથી એ સ્પષ્ટ થાય તે કે ઉદય થતો સૂર્ય સર્વ રોગ નિવારક છે .વિટામીન ડી પણ સુર્ય પ્રકાશ માં થી મળે છે જેનાથી હાડકા મજબૂત થાય છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: