કઈ તરકીબ થી પથ્થર ની કેદ તોડી છે ,
કુંપળ ની પાસે શું કુમળી કોઈ હથોડી છે,
તમારે સાંજે સામે કિનારે જવું હોય તો ,
વાતચીત ની હલેસા સભર હોડી છે ,
સમસ્ત સૃષ્ટિ રજત ની બન્યા નો દાવો છે ,
હું નથી માનતો આ ચાંદ તો ગપોડી છે ,
ગઝલ કે ગીત ને એ વારાફરતી પહેરે છે ,
કવિ ની પાસે શું વસ્ત્રો ની બે જ જોડી છે.
Leave a Reply