ખોબો ભરી ને અમે

ખોબો ભરીને અમે એટલું હસ્યાં,
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં…

ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં,
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં…

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં,
કે હોડી ખડક થઈ અને નડ્યાં…

કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ,
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ…

કૂવો ભરીને અમે એટલું રડયાં,
કે ખોબો ભરીને અમે મોહી પડયાં…

– જગદીશ જોષી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: