બરફ ના વિવિધ ઉપયોગો

*બરફના ફાયદાઓ વિષે નીચેના ૧૬ તથ્યો જાણી તમને આશ્ર્ચર્ય થશે*

????????????????

*૧.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો! દવા કડવી નહિ લાગે!
*૨.* વધું ખવાઈ ગયું હોય અને પાચન ન થાય તો, થોડોક બરફનો ટૂકડો ખાઈ લો. પેટમાં ખોરાક તરત પચી જશે!
*૩.* જો આપની પાસે મેકઅપનો સમય ન હોય, આપની સ્કિન લૂઝ થઈ ગઈ હોય તો, બરફનો નાનો ટૂકડો લીસા(મલમલ જેવા) કપડામાં લપેટીને, ફેઈશ પર લગાવો. સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરામાં નિખાર આવી જશે!
*૪.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!
*૫.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે!
*૬.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય!
*૭.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય(લોહી ન નીકળ્યું હોય)તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે!
*૮.* નસકોરી ફૂટી હોય- નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે!
*૯.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે!
*૧૦.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે!
*૧૧.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે!
*૧૨.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે!
*૧૩.* આઈબ્રો કરતી વખતે દર્દ થતું હોય તો, આઈબ્રોની ઉપર અને ફરતે બરફ ઘસવાથી તે  સુન્ન થઈ જતાં દર્દ નહિ થાય. અપર લિપ્સ વગેરેમાં પણ આ લાગું પડશે!
*૧૪.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમેધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે!

*૧૫.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય!
*૧૬.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે!
*આ બધાં મુદ્દાં ફરીથી ધ્યાનથી વાંચી જશો! જેથી યાદ રહે અને પ્રસંગાપાત કામ આવે*


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: