બાહુબલી

બે દીવસ પહેલાં સુરતમાં એક મિત્રના ઘરે રોકાએલો, બીજા પણ બે એક મિત્રો ત્યાં મળવા આવેલા, રાત્રે જમ્યા પછી વાતચીતમાં નક્કી કર્યું કે કાલે મોર્નીગશો માં બાહુબલી મુવી જોવા જઈએ……

સવારે લગભગ પાંચ વાગે ઉંઘ ઉડી ગઈ, સરસ ખુશનુમા વાતાવરણ હતું, ઘરની બારી માંથી આખી સોસાયટીનો રોડ દેખાતો હતો, એક સત્તર અઠાર વર્સનો છોકરો સાઈકલ લઈને સોસાયટીમાં પ્રવેશ્યો, એની સાયકલ ના સ્ટેરીંગ પર એક બાજું ડોલ લટકાવેલી હતી, અને સ્ટેરીંગ પર વચ્યે કેટલાક ગાભા ડુચા મુકેલા હતા, મને નવાઈ લાગી કે આટલી વહેલી પરોઢે એ સું કરતો કે વેચતો હશે, એટલે મે એના તરફ ધ્યાન આપ્યું,તેણે સોસાયટીના પહેલા ઘરપાંસે સાઈકલ પાર્ક કરી, સાયકલ પરની ડોલ લઈને એ ઘરના વરંડામાં જઈને ડોલ પાણી ભરી લાવ્યો, અને ડુચાથી ત્યાં પાર્ક કરેલી ગાડી સાફ કરવા લાગ્યો, એને જોનાર કોઈ ન હતું, છતાં કામચોરી કર્યા વીના લગભગ પંદરેક મીનીટમાં એણે ગાડી ચકાચક કરી નાખી, પછી બીજા ઘર પાંસેની બીજી ગાડી, પછી ત્રીજી… આમ કરતાં એ હું રોકાયેલો એ ધર પાંસે મારા મીત્રની ગાડી સાફ કરવા આવ્યો, એટલે હું એની સાંથે વાત કરવા બહાર નીકળ્યો..

મે એને ગુડમોર્નીગ યંગ બોય કહ્યું… તો એણે પણ સસ્મીત ગુડમોર્નીગ કહ્યું,……

તું ભણે છે….?

હા સાહેબ આ વર્સે અગીયાર કોમર્સ પાસ કર્યું, હવે બારમું….

કેટલા ભાઈ બહેન છો….?

બે બહેન એક ભાઈ, અમે ચાર..સૌથી મોટો હું….

મા બાપ….

પપ્પાને અસ્થમાની બીમારી છે, એક કેમીકલ કંપ્પનીમાં કામ કરતા હતા, હવે બીમારીના કારણે કામ નથી થતું, મમ્મી ચાર પાંચ જણાંના ટીફીન બનાવે અને નાના ભાઈ બહેન ને સાચવે..હું સવારે પાંચથી આંઠ સુધીમાં આ સોસાયટીની અગીયાર ગાડી સાફ કરું, એક ગાડીના મહીને ત્રણસો રૂપિયા મળે, પછી એક ફ્રુટની વખાર પર કામ કરું,વેકેશન છે એટલે હમણાં દસ વાગ્યાથી સાંજે પાંચ સુંધી વખાર પર… પછી સાંજે સાડા છ થી અગીયાર એક ચાઈનીઝ ફુડની લારી પર લોકોના ઓડર લેવાનું અને બીલ બનાવવાનું કામ કરું….ચલો સાહેબ આપની ગાડી સાફ થૈ ગઈ, હવે આગળની ગાડીએ જાઉં…..

હુ : અરે દોસ્ત હાથ તો મીલાવતો જા, તને મળીને આનંદ થયો….

છોકરો : સાહેબ હાથ મેલા છે…

હું ; તું જેને મેલા સમજેછે એતો મહેનતની નીશાની છે, કાશ એને અડવાથી મારામાં કોઈ એનર્જી ક્રીયેટ થાય…..

છોકરો : તમેય શું સાહેબ મજાક કરો છો…. 

અને હસતો હસતો આગળ ચાલ્યો ગયો…

લગભગ આંઠેક વાગે મિત્રનો ફોન આવ્યો… આવેછેને બાહુબલી જોવા, ટીકીટ બુક કરાવું…?

મે એને ના કહી… કેમ કે મે આજે અર્લી મોર્નીગ શોમાં રીયલ બાહુબલીને જોયો હતો, ફીલ્મનો કાલ્પનીક બાહુબલી મુળ સાંથે મોટા ઝાડને ઉખાડી નાખતો હશે, પણ મે જોયેલો રીયલ બાહુબલી તો જીવનના ઝંઝાવાતમાં ઉગેલા કાંટાળા વટવ્રુક્ષ સમાન કુટુંબ આપત્તી નામના ઝાડને ફક્ત સત્તર વર્સની ઉંમરે બાથ ભીડીને ઉભો છે, એ પરીસ્થીતી પર વિલાપ નથી કરતો કે ન કુદરતને શીકાયત, ફક્ત શ્રમસંસય વિના શ્રમબલી બની વિધાતાને પણ તેની નીયતી બદલવા મજબુર કરે છે….

સલામ એ રીયલ લાઈફના કાંડાબળીયા, બાહુબલી, શ્રમબળીયા ને……..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: