મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,-રવિ ઉપાધ્યાય

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.

બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.

દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.

પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.


Posted

in

by

Tags:

Comments

2 responses to “મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,-રવિ ઉપાધ્યાય”

  1. Dr Jagdip Upadhyaya Avatar

    આ ગઝલનાં રચયિતા રવિ ઉપાધ્યાય એ મારાં પિતાજી..
    રવિ ઉપાધ્યાય ( http://www.raviupadhyaya.wordpress.com ) એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
    આ ગઝલનો વીડીયો માણવાં આપેલ લીંક પર ક્લીક કરો.
    https://www.youtube.com/watch?v=TOF5ZqxDxew

    ” ManzilNe Dhoondhvaa….” is a beautiful world famous Gujarati Gazal written by late Ravi Upadhyaya in 1980s. Because of very touchy wordings especially for NRIs it was a super hit gazal at that time overseas. It was included in very famous Gujarati Gazal Album ” GULMOHAR”. In that album great Mr Purshottam Upadhyaya was singer and music director.

    In 2008 Prakash Upadhyaya, son of late Ravi Upadhyaya also composed this Gazal differently and has sung it beautifully. It is included in video music album ” ManzilNe Dhundhvaa”

    In introductory commentary Dr Jagdip Upadhyaya tries to explain that in this world there are many people who have no clue about the direction in which they have to travel to build up their career. Such clueless persons are like falling leaves from the tree who ultimately have to travel wherever the wind of circumstances lead to. But those who know their path, move ahead leaving behind the old native for a new town, in spite of the difficult circumstances.It is painful to leave our old native but we have to leave it to achieve our goal & just live with the memory of the road, building , people of native town.It is said that we respect the departed soul but many times we exceed the true limit in paying homage & thus creating a scene of a drama. To see such drama one need to die.

    કવિ રવિ ઉપાધ્યાય
    જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
    થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતો બ્લોગ http://www.raviupadhyaya.wordpress.com ની આપ સહુ જ્રરૂર મુલાકાત લેશો.
    આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.

Leave a Reply

%d bloggers like this: