મા

માં વિષેનું કલાપીનું અદભુત્ત કાવ્ય .ભુજંગી છંદ માં

** અસ્વસ્થ ગૃહિણી **

અરર! બાલુડા! બાપડા અહો ! જનની આ હવે સ્વર્ગમાં જશે!
સમજશો નહિ શું થઈ ગયું ! રમકડું કયું હાથથી ગયું !!

વિસરી શે જશો છાતી બાપડી ! ઉપર જે તમે કુદતા સદા ?
વિસરી ના શકે બાલ માતને! રમત તો હવે રોઈને કરો!

તમ પિતા સદા વ્હાલ રાખશે !પણ ના માંત ની ખોટ ભાંગશે !
નહિ નહિ મળે માં ગઈ ફરી ! જગતમાં નકી માં બને નહિ !

દિવસ બે સહુ લાડ પુરશે ! દિવસ બે દયા સર્વ રાખશે !
પણ ન છાતીએ કોઈ ની તમે ! રઝળતા હવે એકલા રહો !

બહુ કરી શકી વ્હાલ હું નથી ! કદી રડાવતી હું ઘણી હતી !
તમ દિલો ક્ષમા આપશે મને ! પણ ન માતને ચેન કૈ પડે!

અરર ! બાપલા ! બાલુડા અરે! તમ પર હવે ઢાલ ના રહી?
રડતી દુર જે બે ઘડી થતા !અરર! તે હવે દુર સર્વદા !

ત્યજી દઉં નકી સ્વર્ગ,,બાપલા! ઘડીક તેથી જો હર્ષમાં રહો !
સહુ હવે સદા બોલશે રડી ! જનની છે જરા ગામ કો ગઈ !

અરર! એ તમે કેમ માનશો? રડી રડી મુખો નાં સુકાવજો !
નવ જવું ગમે ગામ એ મને ! પણ ન ઠેલી એ સાદ કો શકે !

અરર! ના શકું શાંતિમાં મરી !હૃદય ઝીલતું ભાર આ નથી !
પ્રભુ તણી કૃપા પામજો સદા ! સહુ અનાથ નો એ જ નાથ છે !

જરીક મ્હો હવે જોઈ તો લઉં! ક્યમ ભલા નથી આવતા અહીં ?
કદી ન ખેલમાં ખોટી હું કરું ! તમ કને નહિ કોઈ દી’ રડું !

પણ મને તમે દેખતાં જ કાં ? મૃદુ મુખો જરા ગાભરા કરો?
દિવસ બે હવે હર્ષથી રમો ! પછી સહાય માં માતની દુવા !!–કલાપી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: