મીઠા સંભારણા

આજે પોષી પુનમ છે .આજે ચાંદ પૂર્ણ કળાએ ખીલે છે .ગુજરાત માં ઘણા ઘરો માં આજે નાની બાળા ઓ વ્રત રાખે છે . આખો દિવસ ફળ ચીક્કી વગેરે ખાય છે અને રાતે ચાંદ નીકળે પછી અગાશી એ ભાઈ બેન સાથે જાય છે . રોટલી માં ગોળ છેદ કરી તેમાંથી ચાંદ ના દર્શન કરે અને બોલે કે,

‘ચંદા તારી ચાંદની , મારી પોષી પુનમ ,

ભાઈ જમ્યો ,બેન ભુખી ,

ભાઈ , બેન રમે કે જમે ?

આમ બોલ્યા પછી ભાઈ કહે કે બેન જમે . અને પછી ભાઈ પોતાનાં હાથે બેન ને કોળીઓ ભરાવે . ખુબ મઝા કરે .ભાઈ  બેન ને ભેટ પણ આપે અને બેન ચાંદ પાસે ‘મારો ભાઈ સુખી રહે ,એને કોઈ ની નજર ના લાગે ‘ એવા આશીર્વાદ માંગે .

એક વખત મારી નાની બેન ને ભાઈ સાથે ઝગડો થયેલો ,તો પપ્પા એને ખીજેલા . એણે મન માં નક્કી કર્યું કે આજે તે મારી નાની બેન ને જમવા નું નહી પણ રમવા નું કહેશે અને પછી પોતે સુઈ જશે .મારી નાની બેન એકલી કોની સાથે રમે ? એમ મન માં ગાંઠ વાળી . રાતે દર વરસ ની જેમઅમે ત્રણે બેનો અને ભાઈ અગાશી એ ગયા .અમે ચાંદ ના દર્શન કરી પૂછ્યું કે ભાઈ બેન રમે કે જમે તો અમને બે બહેનો ને તો જમવાનું કીધું પણ નાની બેન જેની સાથે ઝગડો થયેલો , એને કીધું કે બેન રમે . અમે ઘણો મનાવ્યો પણ ના માન્યો કા .કે તે તો અમારા ત્રણે થી નાનો . જીદ જ લઈ ને બેઠેલો .અંતે મારી નાની બેન રડી ને સુઈ ગઈ .આજે પણ આ નીર્દોષ પ્રેમ નો પ્રસંગ મારા માનસપટ પર એવો જ અંકિત થએલો છે .દર વરસે પોષી પુનમ ના દિવસે આ પ્રસંગ  ની યાદ આવે અને એ બચપન ના દિવસો જે ભાઈ બેનો એ સાથે ગાળેલા તે સ્મૃતિ પટ ઉપર છવાઈ જાય એ રીસામણાં , મનામણાં ના દ્રશ્યો એક પછી એક કોઈ ફિલ્મ ની જેમ આંખો સામે ઉભરાઇ જાય અને આંખ ને મન ને આદ્ર બનાવી જાય .

હમેશ ની જેમ આજે પણ એજ બન્યું , અને મન ની વાત કાગળ પર કોરાઈ ગઈ .આવા મીઠા સંભારણા જ તો સંબંધો અને લાગણીઓ ને જીવંત રાખે છે .


Posted

in

by

Tags:

Comments

2 responses to “મીઠા સંભારણા”

  1. Purvi Avatar
    Purvi

    अति सुंदर याद मायाजी

    1. Maya Raichura Avatar
      Maya Raichura

      મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ અને પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર . જય શ્રી કૃષ્ણ.

Leave a Reply to PurviCancel reply

%d bloggers like this: