૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ

ભારતે અંગ્રેજો સામે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્યાગ્રહની લડત ચલાવી . આઝાદીના લડવૈયાઓંએ  અનેક યાતનાઓ વેઠી અને અનેક બલિદાનો આપ્યા . છેવટે ભારત દેશ ૧૫ મી ઓંગસ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદ  થયો . દેશમાં આઝાદીનો સૂરજ ઊગ્યો . દેશના લોકોએ ઉમંગભેર સ્વાતંત્રદિન ઊજવ્યો . ભારત સ્વાતંત્ર થયો ત્યારે દેશ સામે અનેક સમસ્યાઓ હતી . ભાંગી પડેલા ભારત દેશને બેઠો કરવાનો હતો અને તેને પ્રગતિને પંથે લઈ જવાનો હતો .
પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ટ્રીય નેતાઓએ ભારતની કાયાપલટ કરવા ભગીરથ પર્યત્નો આદર્યા . પંચવર્ષીય યોજનાઓ દ્વારા અનેક ક્ષેત્રોમાં  વિકાસના ઘણાં કાર્યો કરવાના પ્રયાસો થયા છે .
ખેડૂતો વર્ષમાં ત્રણ  વખત પાક લઈ શકે અને અનાજનું ઉત્પાદન વધે તે માટે દેશની ઘણી નદીઓં પર બંધ બાંધવામાં આવ્યા . ખેડૂતોને શુધ્ધ બિયારણ મળી રહે, રાસાયણિક ખાતર મળી રહે  તેમજ ખેતીના આધુનિક ઓજારો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી .
કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી . લોકોમાં રોજગારી મળી રહે તે માટે અનેક નાના મોટા ઉદ્યોગો શરુ કરવામાં આવ્યા . વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ ભારતે અદભુત પ્રગતિ કરી .
દેશમાંથી ગરીબી, મોઘવારી, વસ્તીવધારો, બેકારી, બાળમજુરી વગેરે દૂર કરવાનો સંકલ્પ પણ  આ દિવસે કરવામાં આવ્યો   દેશના લોકમાં જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા લાવવામાં આ દિવસનો મહત્વનો ફાળો છે.

પણ હજુ ઘણું કરવા નું બાકી છે .મોંઘવારી ,ભ્રષ્ટાચાર ,દાણચોરી ,રૂપિયા નું અવમૂલ્યન ,બેરોજગારી જેવી વિકટ સમસ્યાઓ  મો ફાડી ને ઉભી છે અને એનો સામનો કરવાનો છે .આપણા દેશ ને સ્વનિર્ભર બનાવવાનો હજુ બાકી છે .ઘણાય ક્ષેત્રો માં હજુ આપણે પરાવલંબી છીએ .દેશ ની યુવા શક્તિ  માં દેશપ્રેમ જાગૃત થાય અને સાચી દિશા અને સાચું નેતૃત્વ પ્રાપ્ત થાય તો કઈ જ અશક્ય નથી .અને એ ય થશે જ કારણકે યુવાન લોહી ક્યાં સુધી સહન કરશે ?એક દિવસ એવો જરૂર આવશે કે તેં જાગૃત થશે અને દેશ ના વિકાસ માં મહત્વ નું યોગદાન કરશે .સિદ્ધિ ઓ  હાંસલ કરશે સમસ્યા ઓ ને નિર્મૂળ કરશે અને ભારત નું નામ ઉજ્જવળ કરશે .

જય હિન્દ .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: