પરોપકાર

પરોપકાર

નોઆખલી  યાત્રા વખતે કામ પૂરું કરવા માટે ગાંધીજી રાતના બે વાગે જાગી જતા . મનુને પણ જગાડતા . કડકડતી ઠંડી પડતી હતી . મનુને એટલા વહેલા જાગવાનું ગમતું નહી . પણ ફાનસ તો સળગાવી આપવું પડે . એક દિવસ તેણે ગાંધીજીને કહ્યું –
` આજે તમે જલદી ના ઊંઠી શકો તો હું ભગવાનના નામ પર એક દીવો સળગાવીશ .’
ગાંધીજી હસીને બોલ્યા –
` ભગવાન એવા લાલચુ નથી .’
અને ખરેખર ભગવાન લાલચી ના નીકળ્યા . બરાબર બે વાગે ગાંધીજી ઉઠ્યા અને મનુના ગાલ પર મીઠી ટપલી મારીને બોલ્યા –
`મનુને ઉઠ ! જો , તારા ભગવાનને તારા દિવાની લાલચ ના થઈ !
મનુએ કહ્યું – ` બાપુજી, તમે માત્ર બે કલાક માટે ફાનસ હોલવો છો શા માટે ? ભલે મારી દિવાની માનતા ના ફળી, પણ ફાનસ હોલાવશો જ નહી .’
ગાંધીજી બોલ્યા –
` વાત તો તારી સાચી છે, પણ એટલું ઘાસલેટ મને કોણ આપશે ? ફાનસ હોલવી નાખવાથી મારા બે કામ થાય છે . એક તો ફાનસ સળગાવવાથી તારી ઊંઘ ઉંડી જાય છે . અને જો હું લખાવું તો ઝોકા ખાધા વિના લખી શકે છે . બીજું ઘાસલેટ બચે છે . આ રીતે મારે તો `એક પંથ ડો કાજ ‘ થઈ જાય છે . તું આ કહેવતનો અર્થ જાણે છે ?’
મનું સમજતી હતી તે અર્થ જણાવ્યો . ગાંધીજી બોલ્યા –
`તેનો એક બીજો અર્થ પણ થાય છે . દો કાજનો અર્થ માત્ર દુનિયાનમાં હજારો લોકો પોતાનો સમય બરબાદ કરીને દુ:ખી થાય છે . આપણે એક પળ પણ બરબાદ ના કરવી . જરૂર જેટલી ઊંઘ લેવી અને જરૂર જેટલું જ ભોજન લેવું . આજનો લ્હાવો લીજિયે રે ,  કાલ કોણે દીઠી ! આપણને ખબર નથી કે બીજી પળે શું થવાનું છે ? આ સોનેરી પંથ કહો, જેને અનુસરવાથી બધાં કામ સિદ્ધ થાય. તે પંથ માત્ર પરોપકારનો છે . પરોપકારનો અર્થ છે પડોશીની સેવા, એટલે કે ભગવાનની ભક્તિ . આ તને સમજાય તો ઘણું શીખી જશે .’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: