રક્ષાબંધન

રક્ષાબંધન
રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અમર પ્રેમ નું અતુટ બંધન .
જગતમાં બે પ્રેમ મુખ્ય ગણાય છે . એક છે માતૃપ્રેમ અને બીજો છે ભગિની પ્રેમ . માતા પોતાના બાળકોને નિ:સ્વાર્થ ભાવે પાળી પોષીને ઉછેરીને મોટા કરે છે . તેવી જ રીતે પ્રેમાળ  બેન ગમે તેટલી દૂર હશે તો પણ પોતાના ભાઈ પ્રત્યે પ્રેમનો સ્ત્રોત વહેવડાવતી જ હોય છે . રક્ષાબંધનનો તહેવાર તેની સાક્ષી પુરે છે .
શ્રાવણ સુદ ૧૫  એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર . આ દિવસે ભાઈ પોતાની વ્હાલસોયી બહેનને પોતાના ઘેર બોલાવે અને તેનું સ્વાગત સન્માન કરે . બેન પોતાના વ્હાલા ભાઇને કપાળે કુમકુમ તિલક કરે, અક્ષત લગાડે અને રાખડી બાંધીને ભાઈ ના મુખમાં મીઠાઈ મુકે . બન્ને હૈયા મીઠા બને .
આ રીતે ભાઈની પૂજા કરી ઓંવારણા લઈને તેના દીઘાયુષ માટે પ્રાર્થના કરે, આશિષ વરસાવે ત્યારબાદ ભાઈ પોતાના પ્રેમના પ્રતિક તરીકે બેનને યથાશક્તિ ભેટસોગાદ અર્પણ કરે પછી ભાઈના ઘેર વ્હાલી બેનડી સૌની સાથે ભોજન કરે . આવો છે સ્નેહભર્યો ભાઈ બહેનનો રક્ષાબંધનનો શુધ્ધ પવિત્ર તહેવાર .
કોઇપણ ભગીની કોઇપણ પુરુષને પોતાના રક્ષણ અર્થે શુદ્ધ સ્નેહથી રાખડી બાંધી શકે છે . રાજસ્થાનની રાજરાણીએ પોતાના રક્ષણ માટે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી હતી .દેવો અને દાનવોના યુદ્ધ વખતે ઈન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી હતી . પાતાના પતિ શ્રી કૃષ્ણ પ્રભુને છોડાવવા માટે લક્ષ્મીજીએ બલીરાજાને રાખડી બાંધી હતી . અરે માતા કુંતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી .
“ માતા કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે ….”
આવો ભાઈ – બહેનનો અમરપ્રેમ દર્શાવનાર પર્વ એટલે જ રક્ષાબંધનનો મહાન પવિત્ર તહેવાર . જ્શોદામાં પોતાના લાલાને કોઈની નજર ન લાગે તે ભાવથી રક્ષા બાંધે છે . સુભદ્રાજી ભાઈની  રક્ષા અર્થે રાખડી બાંધે છે . વ્રજભક્તો તો પ્રભુનું સુખ વિચારી જુદા જુદા ભાવથી રક્ષા બાંધે છે . કેટલાક મીઢળના ભાવથી ધરાવે છે . જયારે પવિત્ર વરમાંળાના ભાવથી ધરાવે છે .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply