ધરેલુ સાદા ઉપચારો થી તંદુરસ્ત રહો

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ અને ઝડપી ઈલાજ આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છુપાયેલો છે જે ઘરમાં જ કરી શકાય છે પરંતુ લોકો તેના માટે તસદી લેતા નથી. જેથી આજે ઘરેલૂ નુસખાઓ તમારા માટે લઈને આવ્યા છે. જે સસ્તા અને સરળ છે.છે. જે તમારી તકલીફોનું ફટાફટ નિવારણ કરશે.
1.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે .
2. ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે .
3. દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઇ જશે.
4. જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે .
5. અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે .
6. પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે .
7. સતત હેડકી આવતી બંધ કરવા એક ગ્લાસ નવસેકું પાણી પીવો .
8. ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
10. શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે .
11. ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો બે ચપટી સીધાલૂંણ ખાવાથી જલ્દી પચી જશે .
12. અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે .
13. કફની ખાંસી થઈ હોય તો હૂંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે .
14. તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
15. વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.
16. કેરીની સૂકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાંના ઠંડા પાણીથી સવાર-સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે .
17. દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્ષ કરી પીવાથી ઉલટી મટે છે.
18. કારેલાનો રસ સવાર-સાંજ પીવાથી તાવ અને કૃમિ બન્ને દૂર થાય છે.
19. નાગરવેલના પાનમાં બે લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે .
20. સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે .
21. રાઈના તેલમાં ડુંગળીનો રસ ભેળવી માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
22. અજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે.
23. નવશેકું પાણી દર ત્રણ કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે.
24. બે ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઇ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુઃખાવામાં તરત જ લાભ થાય છે.
26. ઓછુ સંભળાતું હોય તો રોજ આદુંનો રસ અને મધ મેળવી,એમાં થોડું મીઠું મેળવી, આ મિશ્રણના બેથી ચાર ટીપાં કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે.
27. મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે .
28. પીપરીમૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે.
29. નિયમિત કરેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
30. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
31. ફ્લુના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચ વાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
32. કોઈ પણ જીવડું કરડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુઃખાવો મટી જાય છે.
33. સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે.
34.  લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે.
35. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દુર થાય છે.
36. મીઠું અને ખાવાનો સોડા મિક્ષ કરીને ઘસવાથી પીળા દાંત સફેદ થશે.
37. ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે.
39. દિવસ દરમ્યાન ચાર-પાંચ ટામેટા ખાવાથી કે ટામેટાનો એક ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી પંદર દિવસમાં હાથ-પગ અને સાંધાનો દુઃખાવો મટી જાય છે.
40. શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે.
41. તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ-પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ-પગના તળિયે લગાવવાથી રાહત મળે છે.
Courtesy WhatsApp.

જાણો, સમજો  અને જીવન માં ઉતારો

પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ 

કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી…!

 

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ 

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને 

આયુર્વેદ ભણાવે છે તથા 

વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી 

થોડી ટીપ્સ આ સાથે સાદર રજુ કરેલ છે…
તમારા દાદી અને નાની 

જે ખોરાક બચપણથી બનાવતા 

અને તમે ખાતા આવ્યા છે, 

એ પરમ્પરાગત ગુજરતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે…
દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. 

અતિરેક એને ઝેર બનાવે છે. 

સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત….!
જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો….!
ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોલ સલાડ પીરસે છે 

એ તમારા પેટ માટે ઓવરલોડ છે. 

એ આમ નામનું ઝેર પેદા કરે છે. 

જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે….!
હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો. 

દા.ત. કેરી ગીર કે વલસાડની છે 

જયારે સફરજન કાશ્મીરના.. 

તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો….
ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય.

પણ આખું ફળ ખાઈ શકાય. 

સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ….!
બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. 

ડબલ રીફાઇન્ડ તેલ કરતા 

ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે….!
દૂધમાંથી દહીં, 

દહીં વલોવીને નીતારેલું માખણ 

અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી 

ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ.
ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમતમારે… 

તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે….!
બ્રેકફાસ્ટ :- 

કંટાળા જનક, 

સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા 

ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.
ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી, 

રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે…
ઉપવાસ કે એકટાણું કરતી વખતે 

ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી 

ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય.
ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ 

અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો.

વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો…!
બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે….!!
ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ. 

ફરહાન અખ્તર ની જાહેરાત વાળી 

ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી… 

એના કરતા ઘરે બનાવેલો 

મકાઈ કે જવનો રોટલો વધુ સારો….!!
જ્યાં સુધી તમારા દાંત સલામત છે, 

ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. 

સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ….!!
તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો. 

અને સમયાંતરે સર્વીસ કરાવો છો. 

પણ તમારું જે અમૂલ્ય શરીર છે 

એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો ?? 
મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ ડીટોક્ષ છે. 

બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. 
સપ્ટેમ્બર ઓકટોબર મહિનાઓ 

શરીરની “વિરેચનકર્મ” નામની સર્વીસ માટે 

શ્રેષ્ઠ મહિનાઓ છે.

નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો….!!
જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે. 

નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.

હમેશા તમારા પેટ ને પૂછીને જમો…!! નહિ કે મનને.
તમારા પેટના ત્રણ ભાગ કલ્પો. 

એક ભાગ ઘન ખોરાક માટે, 

એક ભાગ પ્રવાહી માટે 

તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો….!!
બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે. 

બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા 

એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી….!!
જમી ને સો ડગલા ચાલો…!!
કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ 

આયુર્વેદિક હોઈ જ ના શકે. 
કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ 

ધ્યાન પૂર્વક વાંચો. 

ઘણી વાર એમાં 

૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે….!!
દાંત ને મજબુત રાખવા 

દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો…

ચ્યવન્પ્રાશ જેવા રસાયન 

સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય….
સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ 

તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે… !!
ભાખરી અને ખીચડી જેવા 

સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને 

એક માણસ ૬૪ વાર વરસની ઉંમરે 

રોજ ૧૮-૧૮ કલાક, 

થાક્યા વગર, 

એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે…!! 

તેમની પાસેથી થોડી પ્રેરણા લો…!!
સાદર,
વૈદ્ય નેહા ટાંક મોઢા

વૈદ્ય જોબન મોઢા

જામનગર

મજા છે !

કોઈના આંસુ લૂછવાની મજા છે,
બા ને ઓછું સંભળાય છે, પણ કેમછો પૂછવાની મજા છે.
ભલે પડખા ફેરવી ને સુતા હૌઇએ વ્યવસ્થિત ઝગડા પછી,

અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની મજા છે.
હા ,વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,

પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની મજા છે.
બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો અખા ગામમાં,

ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની મજા છે.
નહીં ગળે મળી શકો હવે કે નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો,

બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની મજા છે.
કાયમ કઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે,

દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની મજા છે.
હા દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે,

આમ તો બધી અંગત વાતો છે પણ કહી દેવાની મજા છે.

ભટકવુ નથી

લઇ કદી સરનામું મંદિરનું 

હવે મારે ભટકવું નથી,

જાણીલો, પ્રસાદ સિવાય 

ત્યાં કઈ જ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ પ્રભુ,

તારા નામથી આ કતારમાં,

થાય કસોટી તારી,

એ પગથીયું કદી ચઢવું નથી.
હશે મન સાફ, તો 

અંતરમાં બિરાજે છે તું આપોઆપ,

દીધું છે…ને દેશે જ,

ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,

માણસની ભાષા?

તારામાં લીન થાઉં,

એથી વિશેષ માણસ બનવું નથી                     
_