Author: Maya Raichura
-
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં – રમેશ પારેખ
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. શા માટે બાધી રાખવા સગપણના પાંજરે? લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ, રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં છું હું કોઇક માટેની…
-
હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા
જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા, ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો, કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું. નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ…
-
વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત
વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે નેતા . આખ્યુંમાં આસુંના વાવેતર થઈ ગયાં છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે…
-
મગ ની દાળ
જો મગ ની દાળ ના ભજીયા ( દાળવડા ) નુ ખીરું વધ્યું હોય તો એમાં થોડું દહીં નાખી ઢોકળા ની થાળી ઉતારવી .ઠરે પછી નાના પીસ કરી તેલ માં રાઈ, હિંગ ,લીમડા ના પાન અને મરચા ની ચીરી ઓ નાખી વઘાર કરી ગરમ ગરમ ખાવા ના ઉપયોગ માં લેવું . મગ ની દાળ ના ખીરા…
-
હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત
હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી રુદનના…
-
કામણ
તમેતો લાજ કાઢી ને પણ કર્યું છે એવું કામણ , કે રૂપાળા ચહેરા પણ હવે જોવા નથી ગમતા .
-
દોસ્ત એટલો જ ફરક છે
દોસ્ત એટલો જ ફરક છે મીણબત્તી માં ને માણસ માં , એક બળી ને સુગંધ આપે છે ,એક સુગંધ જોઈ ને બળે છે .
-
સહારો ના બન્યા એવા આધારો મા માનું છું
સહારો ના બન્યા એવા આધારો માં માનું છું કદી ઉજવી શક્યો ના એવા તહેવારો માં માનું છું , કોઈ મારું થશેએવી હજીય શ્રદ્ધા છે હૈયા માં , હસો મિત્રો હસો કે હું ચમત્કારો માં માનું છું .
-
છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ. પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે, ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ, બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ. અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા…
-
બટેટાપૌંઆ
જો બટાટા પૌંઆ વધી પડ્યા હોય તો તેને ફેકી ના દેતા મસાલા આગળ પડતા નાખી કાંદા ગાજર લીંબુ નો રસ નાખી થોડો આરાલોટ ભેળવી કટલેસ અથવા પેટીસ બનાવી તેલ માં તળી લેવી અથવા નોનસ્ટીક તવા ઉપર થોડું તેલ મૂકી શેકી લેવી .એક નવી વાનગી તૈયાર થાશે .