Author: Maya Raichura
-
જીવતર નુ ગીત
જીવતર સાંઠો શેરડી નો ,વચ માં દુ:ખ ની ગાંઠો રે , કદીક હોય મઝધારે ઝૂઝવું ,કદીક મળી જાય કાંઠો રે , રાત દિવસ ની રમણાઓ માં અંધારું અજવાળું રે , તેજ તિમિર ના તાણાવાણાવસ્ત્રવણ્યું રૂપાળું રે , હરી નુ દીધેલ હડસેલી તુંઆમ શીદ ને નાઠો રે , જીવતર સાંઠો શેરડી નો વચમાં દુ:ખ ની ગાંઠો…
-
શ્રદ્ધા
શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર , ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર ! તું જીવી ના શકીશ માણસ વગર , ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર ! -દિનેશ પાંચાલ
-
ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે…
-
હું તો લજામણીની ડાળી – તુષાર શુક્લ
ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી. મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી; વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી; આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી. મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી; કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી; સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી. એક ક્યારેથી…
-
લગ્ન ગીત
હવે લગ્નગાળો શરુ થાશે .લગ્ન ગીતો ની રમઝટ બોલશે .તો ચાલો આપણે પણ એક સુંદર લગ્નગીત ને માણીએ . તમે રહેજો …..ભાઈ માન માં ,અમે આવશું તમારી જાન માં , અમે જાન માં કરશું જલસા , અમે ગાશું મંગલ ગીતડા . આ દાદા તમારા દાદી તમારા હેતે થી તમને પરણાવશે , આ અદા તમારા ,ભાભુ…
-
મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’
તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે. તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે. પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો દર્પણ છું છતાં…
-
અહીં છે એવો સરંજામ નથી મળવાનો
અહીં છે એવો સરંજામ નથી મળવાનો , તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો , લાખ જન્નત તું દેશે મને મારા ખુદા, મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો .
-
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે , મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે , પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી , મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.
-
બાળદિન
આજે અમે એક સંબંધી ના ઘેર ગયા હતા .એમનો દીકરો રમતો હતો .થોડીવાર પછી એ ઉભો થયો તૈયાર થઇ ને સ્કુલ બેગ લીધી એ એટલી વજનદાર હતી કે તે નાનો બાળક એ ઉપાડી શકતો નહોતો .થોડા પ્રયત્નો કર્યા પછી તેણે એ બેગ ને એની બહેન ની મદદ થી ખભા ઉપર લટકાવી ત્યારે એ બાળક આગળ…
-
પાછા વળો ! – ડૉ .મહેશ રાવલ
લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો ! જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો ! આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો ! ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં આંખ નહીં, રગમાં…