કહો જોઈએ

કહો જોઈએ એવી કઈવસ્તુ છે જેમાં આપનાર નો હાથ નીચે અને લેનાર નો હાથ ઉપર હોય .

ઉત્તર :  છીંકણી

 

લીલો છોડ

હું નાજુક લીલો છોડ ,પાન પણ મારા નાના ,

મારા પાન ને સ્પર્શ કરો તો ,બિડાય જાય છાનામાના .

બોલો હું કોણ ?

જવાબ :- લજામણી

રાણી

ફૂલો ની રાણી છુ પણ મહેલ મા રહેતી નથી ,

ખીલું છુ અને સુવાસ પસરાવું ફક્ત રાતે ,

બોલો હું કોણ ?

જવાબ :- રાતરાણી

આભલા

ગણ્યા ગણાય નહી ,વીણ્યા વીણાય નહી તોય મારા આભલા માં માંય નહી .

બોલો એ શું ?

ઉત્તર :તારા .

કોટડી

એક કોટડી ને બત્રીસ સિપાહી .

બોલો એ શું?

ઉત્તર ;દાંત .

બોલો આ કોણ

એક જનાવર એવું ,પૂંછડે પાણી પીતું .બોલો એ કોણ ?

જવાબ : –

મને ખબર નથી ,જો તમને ખબર હોય આ ઉખાણા નો જવાબ તો  રીપ્લાય કરજો. ગેસ્ટ બોક્ષ્ માં પણ લખી શકો છો .

વીજળી

પડી પણ ભાંગી નહી ,કટકા થયા બે ચાર ,

પાંખ વિનાની ઉડી ગઈ , ચતુર કરો વીચાર .

જવાબ – વીજળી .