નૈને નૈન મળે જ્યાં છાના

શ્રી બરકત વિરાણી   ‘ બેફામ ‘  સાહેબ ની મને આ ખુબ જ ગમતી રચના આપ સૌ સાથે શેર કરું છું. આશા છે આપ સહુ ને પણ ગમશે .

 

નૈને નૈન મળે જ્યાં છાના, થાયે બંને દિલ દીવાના
તમને પારકા માનું કે માનું પોતાના

નૈને નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કહેવાના
તમને પારકા માનું કે માનું પોતાના

વાગ્યા નજરોનાં તીર, થયું મનડું અધીર
શાને નૈન છૂપાવો ઘૂંઘટમાં

શરમાઈ ગઈ, ભરમાઈ ગઈ
મેં તો પ્રીત છૂપાવી અંતરપટમાં

મનમાં જાગ્યા ભાવ મજાના, જાણે થઈએ એકબીજાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

મળે હાથમાં જો હાથ, મળે હૈયાનો જો સાથ
મને રાહ મળે મંઝીલની

રહે સાથ કદમ, હોય દર્દ કે ગમ
દુનિયાથી જુદી છે સફર દિલની

સાથે કોના થઈ રહેવાના, કહી દો દિલનાં કે દુનિયાનાં
તમને પારકા માનું કે માનું પોતાના

સાહેબા શી રીતે સંતાડું તને

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા, શી રીતે સંતાડું તને…

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને…

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને…

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને…

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને…

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને…

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને…

ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને…

– ખલીલ ધનતેજવી

અધીરો છે ઈશ્વર

gazal sent by sunita lodhia

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,

તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે.


નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,

અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,

ન ગમતા એક એવા પાંદડાને ઢાંકવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,

ફક્ત ખાબોચિયાં છે આ બધા તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,

બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

-અનિલ ચાવડા

હૈયા ની વાત

મારે કંઈક કહેવું છે આજ, મને કહેતા આવે છે લાજ ,

ગાલ ઉપર ઉપસે શરમ ના શેરડા , હોઠ છાનું છાનું મલકાય ,

હૈયા ની વાત હોઠ પર આવે નહી ને ,મળવા મન અધીરું થાય ,

જોયા તમને ને ધબકારા વધી ગયા ,નજર મિલાવા નું મન થાય,

કહી શક્યા માત્ર એટલું જ કે રોજ તમને મળવા નું મન થાય ,

સ્વપ્ન માં આવશો તોય ચાલશે ,હવે મળ્યા વગર નહી રહેવાય ,

સોગંદ છે જો ન આવો તો મારા , તમે મારા ભવ ભવ ના ભરથાર .

માયા રાયચુરા .

મુસાફર

ઓ મુસાફર , સંભાળજે , હમસફર બની કોઈ લુંટી લેશે ,

મંઝીલ મળે તે પહેલા ,રાહબર પણ છોડી દેશે ,

ના વિશ્વાસે કદી રહેજે વચન પર કોઈના ,

પરાયા શું ,પોતાનાં પણ દગો દેશે .

હું મારી જાતે જ ઝંપલાવી દેત સાગર માં મઝધારે ,

ખબર નહોતી કે કિનારા પણ દગો દેશે .

ભલા મને તો એમ કે રુઝાઈ જશે ઘાવ દીલ ના દવા દારૂ થી ,

ખબર નહોતી કે દવા તો શું દારૂ પણ  દગો દેશે .

આંખો અંજાઈ ગઈ આગિયા ના તેજ થી ,

ખબર નહોતી કે રોશની પણ દગો દેશે .

માનું છું ભૂલ મારી જ છે , પછી ફરિયાદ કેવી ,

સજા પણ મળશે ભૂલ ની, ખાતરી  છે એવી .

આપી વચન મીલન નું નિભાવી નહી શકો ,

જીંદગી માં આ ગરીબ ને અપનાવી નહી શકો .

માયા રાયચુરા .

 

માનવ

માનવ છું માનવ બની ને રહું તો સારું ,

નથી પૂજાવું મારેબેસી  ઉંચા આસન  ઉપર,

નથી પીડવું કોઈને બની દાનવ ,

સેવા અને દાન ના ઢંઢેરા નથી પીટવા ,

કોઈ ની ભુખ પ્યાસ બુઝાવું તો ય સારું ,

નથી માન મોભા ની   ખેવના ,

કોઈ ને સુખ દુઃખ માં સાથ આપું તો ય ઘણું ,

ના કરું કે સહું  અપમાન કોઈ ના ,

સ્વમાન ભેર જીવી શકું તો ય સારું .

માનવ છું માનવ થઇ ને જીવું તો સારું .

માયા રાયચુરા .

કહું કેમ મુજને ગમો છો તમે

કહું કેમ મુજને ગમો છો તમે ,કે રાતદિન રુદિયા માં રહો છો તમે ,

મારી આંખો નું શમણું બની આવ્યા તમે ,ભ્રમર બની આસપાસ ભમો છો તમે .

સદા ચુપચાપ ચાહો છો મને ,ના કરો ફરિયાદ કદી તમે ,

મારા જીવન માં ખુશીઓ ની બોછાર લઇ આવ્યા તમે .

સદા સાથ મારો નિભાવો છો તમે ,મારી આંખ ના આંસુ પીધા તમે ,

કોમળ લાગણીઓ થી મને જીતી તમે .

મારા હર શ્વાસ માં તમારું જ નામ ,મારા રુદિયા ના સિંહાસન પર તમારું જ સ્થાન ,

સદા મારા આરાધ્ય રહ્યા છો તમે .

મારા પ્રેમ પર રાખ્યો સદા વિશ્વાસ ,હમેશા રહ્યા મને વફાદાર ,

મારું જીવન કરી દીધું તમારે નામ .

માયા રાયચુરા .

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

 

 

 

 

 

 

જ્યાં જ્યાં નજર મારી ઠરે

જ્યાં જ્યાં  નજર  મારી ઠરે  યાદી  ભરી  ત્યાં  આપની ,

આંસુ મહી  એ  આંખ થી  યાદી ઝરે  છે  આપની .

માશૂકો ના  ગાલ ની  લાલી મહી  લાલી  અને,

જ્યાં જ્યાં  ચમન  જ્યાં જ્યાં   ગુલો ત્યાં  ત્યાં  નિશાની  આપની.

જોઉં  અહી  ત્યાં  આવતી દરિયાવ  ની મીઠી લહેર ,

તેની ઉપર  ચાલી રહી  નાજુક સવારી આપની.

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યા છે ઝૂમખાં ,

તે  યાદ આપે  આંખ ને  ગેબી કચેરી  આપની.

આ ખુન ને  ચરખે અને  રાતે  અમારી ગોદ માં ,

આ દમ બ દમ  બોલી રહી  ઝીણી  સિતારી આપની.

આકાશ થી  વર્ષાવતા  છો  ખંજરો  દુશ્મન બધા ,

યાદી બની ને  ઢાલ ખેંચાઈ  રહી છે  આપની.

દેખી બુરાઈ  ના ડરું હું  શી  ફિકર  છે  પાપ ની ,

ધોવા  બુરાઈ ને  બધે  ગંગા  વહે  છે  આપની.

થાકું  સિતમ થી હોય  જ્યાં  ના  કોઈ ક્યાએ આશ ના ,

તાજી બની  ત્યાં ત્યાં  ચડે  પેલી શરાબી  આપની.

જ્યાં  જ્યાં મિલાવે  હાથ યારોં ત્યાં  ત્યાં મિલાવી હાથ ને ,

અહેસાન માં દીલ ઝૂકતું  રહેમત  ખડી  ત્યાં  આપની.

રોઉં  ન કાં  એ  રાહ માં એકલો ,?

આશકો  ના રાહ ની જે રાહદારી આપની .

ભૂલી જવાતી છોને  બધી  લાખો  કિતાબો  સામટી,

જોયુ  ન  જોયું  છો બને  જો એક  યાદી આપની.

કિસ્મત  કરાવે  ભૂલ તે  કરી નાખું બધી ,

છે  આખરે  તો  એકલી ને  એજ  યાદી આપની.

– કલાપી

તમો ને મુબારક અમીરી તમારી

તમો ને  મુબારક  અમીરી   તમારી  ,

અમો ને  મુબારક   ફકીરી અમારી .

તમોને  મુબારક સઘળા  સુખ  વૈભવ ,

અમો ને  ફકીરી માં  નિરાળો અનુભવ .

તમોને  મુબારક ગાડી ને  વાડી ,

અમો ને  વ્હાલી છે ઝુંપડી  અમારી .

મલશે નહી  તમોને  ઝુંપડી  માં  અમારી,

મહેલો ની એ  જાહોજલાલી .

સુખી રહો તમે  સદાયે એ જ શુભેચ્છા અમારી ,

બને  તો  ભૂલી જજો  પ્રીતડી  અમારી .

જો  યાદ કદી કરો તો  ,

કરજો યાદ અમારી  દિલદારી .

તમો ને મુબારક  અમીરી   તમારી ,

અમો ને  મુબારક  ફકીરી અમારી.

– માયા રાયચુરા