પ્રેમ માં ચાલને

પ્રેમ  માં    ચાલ  ને  ચકચૂર  થઈ  ચાલ્યા કરીએ ,

સુર્ય  ની  આંખે   અજબ નુર    થઈ   ચાલ્યા   કરીએ.

એને    બદનામી    કહે   છે  આ   જગત   ના   લોકો,

ચાલને    આપણે    મશહુર    થઈ    ચાલ્યા  કરીએ.

એના    ધસમસતા    પ્રવાહે    બધું    આવી   મળશે,

પ્રેમનું કોઈ   અજબ  પુર   થઈ    ચાલ્યા  કરીએ.

પ્રેમ ના   ગર્વ   થી વધતો   નથી  સંસાર   નો  ગર્વ ,

ચાલ ને  ભગવાન  ને  મંજુર  થઈ ચાલ્યા  કરીએ.

તમારી આંખો ની હરકત નથી ને ?

તમારી આંખો  ની  એ  હરકત  નથી ને ?

ફરી   આ  નવી   કોઈ  આફત   નથી ને ?

વહેરે   છે   અમને   આખા  ને   આખા ,

એ   પાંપણ ની  વચ્ચે   કરવત  તો   નથી ને ?

વહે  છે નદી   આપણી  બેઉ  ની   વચ્ચે ,

એ    પાણી  ની   નીચે  જ   પર્વત  નથી ને ?

તમારા  તમારા  તમારા    અમે  તો ,

કહ્યું   તો   ખરું   તો  યે   ધરપત   નથી ને .

મેરે પિયા

મેરે  પિયા  મૈ   કુછ  નહિ  જાનું ,

મૈ  તો   ચુપચાપ  ચાહ  રહી,

મેરે  પિયા  તુમ  કિતને   સુહાવન ,

તુમ   બરસો  જિમ   મેહા   સાવન ,

મૈ તો  ચુપ ચાપ   નાહ  રહી,

મેરે  પિયા   તુમ   અમર  સોહાગી ,

તુમ  પાયે   મૈ   બહુ   બડભાગી ,

મૈ   તો   પલપલ    બ્યાહ   રહી .

કઈ તરકીબ થી પથ્થર ની કેદ તોડી છે

કઈ તરકીબ   થી  પથ્થર  ની કેદ  તોડી  છે ,

કુંપળ  ની  પાસે  શું  કુમળી  કોઈ   હથોડી  છે,

તમારે  સાંજે   સામે  કિનારે   જવું  હોય  તો ,

વાતચીત ની  હલેસા  સભર  હોડી     છે ,

સમસ્ત   સૃષ્ટિ  રજત ની   બન્યા  નો દાવો  છે ,

હું   નથી  માનતો    આ    ચાંદ  તો  ગપોડી   છે ,

ગઝલ  કે  ગીત  ને   એ   વારાફરતી   પહેરે  છે ,

કવિ   ની   પાસે   શું   વસ્ત્રો   ની   બે   જ   જોડી   છે.

રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના

રસ્તો   નહિ  જડે  તો   રસ્તો કરી   જવાના ,થોડા  અમે  મૂંઝાઈ  મન  માં   મારી  જવાના ,

નિજ  મસ્ત   બની   જીવન   પૂરું   કરી   જવાના ,બિંદુ  મહી  ડૂબી  ને  સિંધુ  તરી  જવાના,

કોણે   કહ્યું   કે  ખાલી   હાથે   મરી  જવાના,દુનિયા  થી  દીલ  ના  ચારે  છેડા ભરી  જવાના ,

છોને  ફર્યા  દિવસો , અમે  નથી  ડરી  જવાના ,  એ શું   કરી  શક્યા છે  એ  શું  કરી  જવાના,

મન  માં  વીચાર  શું  છે , અવિરામ   કાંઈ  દીપક નો  પ્રકાશ  આંધીઓ  માં  પણ  પાથરી  જવાના,

એક  આત્મબળ  અમારું  દુઃખ  માત્ર  ની  દવા  છે ,હર   જખ્મ  ને   નજર  થી  ટાંકા ભરી  જવાના ,

સ્વયં  વિકાસ  છીએ , સ્વયં  વિનાશ  છીએ,  સ્વયં  ખીલી જવાના ,  સ્વયં  ખરી  જવાના ,

સમજો  છો  શું  અમને , સ્વયં  પ્રકાશ  છીએ , દીપક  નથી  અમે  કે  ઠાર્યા ઠરી  જવાના ,

એ  કાળ  થાય  તે  કરી લે તું , થાય  તે  કરી લે ,ઈશ્વર  જેવો  ધણી  છે , થોડા  મરી જવાના ,

યાંત્રિક  છે   આ જમાનો , ફાવે  છે  વેગ  વાળા ,એ  યુગ  ગયા , વિચારી  પગલા  ભરી  જવાના,

દુનિયા  શું કામ  અમને  ખાલી   મિટાવી  રહી છે , આ  ખોળિયું   અમે  ખુદ  ખાલી   કરી   જવાના .