લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન, દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી […]

જોઈએ

શો ભજવનારાઓ ને હાઉસફુલ થીએટર જોઈએ , લાઈફ જીવનારાઓ ને તો એક માત્ર કોર્નર જોઈએ . ફ્રેન્ક ફાધર ,ગુડ મધર ,કેરિંગ ડોટર જોઈએ , માંદગી માં બીગ બ્રધર નહી ,સ્મોલ સિસ્ટર જોઈએ . ખુબ ઉંચે પહોંચનારા એટલું જાણે જ છે , હાઈટ ઉપર ઓક્સિજન વાલા સીલીન્ડર જોઈએ . પ્રેમીઓ જુના પુરાના ચાંદ થી ખુશ હાલ […]

છોડી દે – નીતિન વડગામા

સૌ વાચક મિત્રો ને નાતાલ પર્વ ની શુભેચ્છા .શ્રી નીતિન વડગામા ની આ ગઝલ નવા વર્ષ માટે અને આજ ને મન ભરી ને માણીલેવા માટે સરસ વિચાર આપી જાય છે . એક બે ત્રણ ચાર છોડી દે. ઊગતો અંધકાર છોડી દે. તોજ નમણી નિરાંત નિરખાશે, તુ તને બારો બાર છોડી દે. આપમેળેજ આવી મળશે એ, […]

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો- બસ એમ એમ મારો જમાનો થતો ગયો. એનો થતો ગયો અને આનો થતો ગયો, કોને ખબર હું કેમ બધાનો થતો ગયો ! આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા, તારો થયા પછી હું ઘણાનો થતો ગયો. વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં, મોટા થવાની સાથ હું નાનો થતો ગયો. કેવી […]

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું .

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું કોણ માની શકે જલ, કમલમાં હતું ! શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ? જે હતું તે બધું, દરઅસલમાં હતું ! શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું ! કોણ કે’છે મુકદર બદલતું નથી ? આજ એ પણ અહીં,દલબદલમાં હતું ! છેક છેલ્લે સુધી અવતરણ […]

ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા ઝાડ કુહાડી લાયક હો તો […]

માણસ ને ખોતરો ને ખજાનો નીકળે ,

અમારા એક સંબંધીએ વોટ્સ અપ પર એક ગઝલ મોકલી છે .મને ગમી ગઈ એટલે આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું . માણસ ને ખોતરો ને ખજાનો નીકળે , સાચવી ને સંઘરેલો એક જમાનો નીકળે . મળે કશે આખી જિંદગી દટાયેલી , થાય બેઠીબસ એક જન જો પોતાનો નીકળે . જરૂરી નથી કે સીધા […]

મઝહબની એટલે તો ઇમારત બળી નથી,

મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય […]

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ

કાયમ કાયામાં ખળભળતું પાણી છીએ પાણીમાં ભળવા ટળવળતું પાણી છીએ ધ્રુવ-પ્રદેશો જેવી ઠંડી પળમાં થીજ્યું, તડકો અડતાંવેત પીગળતું પાણી છીએ કાગળની હોડી શી ઇચ્છા સધળી ડૂબે, એક અવિરત વ્હેતું ઢળતું પાણી છીએ માધાવાવે સાત પગથિયાં ઊતરે સપનાં, પાણીની આગે બળબળતું પાણી છીએ જીવતરના આ ગોખે આંસુ નામે દીવો, આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ સાતપૂડાની વ્હેતી […]

%d bloggers like this: