એક બાળકની પ્રશ્નગઝલ…..

એક બાળકની પ્રશ્નગઝલ….. ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે? હેં મા? ઊભા ઊભા ખાલી એને ચડે થડે? હેં મા? હદથી ઝાઝી ક્યાંય વગાડે કા’ન વાંસળી, એને પણ દાદાની માફક શ્વાસ ચડે? હેં મા? દૂર આભમાં ધડબડ ધડબડ શું ગાજે છે? મારી જેમ જ પ્રભુ સ્વર્ગમાં રમે દડે? હેં મા? કાલ ‘પરી’ને સો રૂપિયાની નોટ જડી’તી, […]

ન આવ્યું આંખમાં આંસુ, -કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે , દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે . તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર , સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે . ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા, અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે . પડી ‘કૈલાસ’ના શબ […]

ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની, સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની. ‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી, દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની? મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો, રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની. ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર, ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની. ચંદ્ર ને સૂરજ કહે છે […]

સહેલું નથી

પ્રેમને વિસ્તારવાનું સ્હેજ પણ સહેલું નથી, નફરતોને નાથવાનું સ્હેજ પણ સહેલું નથી. દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી, દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી. ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા ! રોતી આંખે બોલવાનું સ્હેજ પણ સહેલું નથી. ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને, જુલ્મને સહેતા જવાનું સ્હેજ પણ સહેલું નથી. -પ્રજ્ઞા […]

સાવ નાનું ઘર હશે તો ચાલશે,

સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે. બીજાની તકલીફ પણ સમજી જવાય, એટલું ભણતર હશે તો ચાલશે. હાથ જાણીતો ન હોવો જોઈએ, પીઠમાં ખંજર હશે તો ચાલશે. ધરતી કોરીકટ રહે તે કરતાં તો- છાપરે ગળતર હશે તો ચાલશે. હાથ લંબાવું ને તું હોય ત્યાં, એટલું અંતર હશે તો ચાલશે. પ્રાણ પૂરવાનું […]

એમજ મળે છે જીંદગી – હિમાંશુ ભટ્ટ

બસ કદી એમજ મળે છે, જીંદગી હું જડું છું જ્યાં, જડે છે જીંદગી દોડતો બસ દોડતો રાખી સતત કે હસે છે, જો હસે છે, જીંદગી એક દરિયો, એક પળમાં વીફરે તો બની લાશો તરે છે જીંદગી હું હતો નોખો પછી આ શું થયું? કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી શું ઘડામણ આપનું કાચું હતું? કે […]

મજબૂર છું કહી ને મજબૂર ના થઈશ ,

મજબૂર છું કહીને મજબૂર ના થઈશ, આવે નહીં તું પાસ તો ય દૂર ના થઈશ.  થોડો તો રહેજે ખાલી ભરપૂર ના થઈશ, થાજે અષાઢી મેઘલો પણ પૂર ના થઈશ.  રહેજે ચમક ઓજારની, નુપૂર ના થઈશ, શબ્દ છે તો શબ્દ રહેજે,  સૂર  ના થઈશ.  વિસામો ના બનાય તો ઘેઘૂર ના થઈશ, ઉંચો થજે જરૂર પણ  ખજૂર […]

પચાસ પુરા કરી ગયો હવે -ડૉ . મુકેશ જોષી

શ્રી મુકેશ ભાઈ જોષીએ એમના પચાસ મા જન્મદીને એક સરસ મઝા ની ગઝલ મોકલી છે જેની લીંક નીચે આપેલી છે .આશા છે આપ સૌ ને ગમશે . આપ ના પ્રતિભાવો લેખક ને પ્રોત્સાહિત કરશે માટે આપ ના પ્રતિભાવ જરૂર જણાવશો . Gazal_Dhuleti

સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું,

સપનામાં કોઈકવાર જાગી ગયો છું હું, ને પાછો તરત ઉંઘવા લાગી ગયો છું હું. મૌનના મલમથી મટાડવા મથું છું હું, શબ્દના કારણે તને વાગી ગયો છું હું. ચાલ એક વાત તો પ્રભુ તું કબૂલ કર, છોડીને રણ ક્યાં કદી ભાગી ગયો છું હું? ભિક્ષુક નથી કારણ અંદર ઉભો છું હું, પ્રાર્થનાના નામે ઘણુંય માંગી ગયો […]

ચાલ ઉભો થા અને માંડ ચાલવા,

ચાલ ઉભો થા અને માંડ ચાલવા, આમ તો થાકી જઈશ ખાટલામાં. જાત્રાએ તું ભલેને જઈ આવજે, પહેલા જરા જોઈલે આટલામાં. કંઠી જેવું બૂચ નહી ફાવે મને, બાકી તો રહું છું જ ને બાટલામાં?    આમ પણ ઝાંખુ બધું દેખાય છે, જાય શું જોઈ લેવામાં ચાટલામાં? નદી, તળાવ ચિત્રમાં વાહ-વાહ, હો તરસ્યો તો જોઈલે માટલામાં. થોડી […]

%d bloggers like this: