Category: ગઝલ

  • હ્રદય છલકાઇને મારું – કૈલાસ પંડિત

    હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી રુદનના […]

  • છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

    છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ. હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ. પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે, ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ. નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ, બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ. અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા […]

  • શ્રદ્ધા

    શ્રદ્ધા હોય તો પછી શંકા ન કર , ગીતા માં કૃષ્ણ ના સહી સિક્કા ન કર ! તું જીવી ના શકીશ માણસ વગર , ફેફસાં છે તું નાક સાથે કિટ્ટા ન કર ! -દિનેશ પાંચાલ

  • મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’

    તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે. તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે. પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો દર્પણ છું છતાં […]

  • પાછા વળો ! – ડૉ .મહેશ રાવલ

    લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો ! જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો ! આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો ! ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં આંખ નહીં, રગમાં […]

  • ચમન તુજને સુમન -કૈલાસ પંડિત

    ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે. અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો, ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી, કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે. ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી, હશે જો […]

  • ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું.

    ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું સૂરજ અજવાળાને બહાને […]

  • અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા

    સંધ્યાના નભમાં છે લાલી શરાબી, પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી. અમારા બધાં સુખ તમોને મુબારક, મહેલોની મહેફિલ તમોને મુબારક; તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી, મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી; સાગરના મોતી તમોને મુબારક, તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. કરું હાથ […]

  • દીકરી

    ક્યાંક વધામણા થઇ અવતરે દીકરી ક્યાંક દુધપાશ માં કેવી થરથરે દીકરી વ્હાલ નુ સદા અમી વર્ષાવે દીકરી ક્યાંક રિવાજો ની વેદીએ બળે દીકરી ક્ન્યાદાન ના પુન કહેવાય દીકરી ક્યાંક જાત ના સોદા માં સબડે દીકરી વિરાંગના સ્વરૂપે પુજાય દીકરી ક્યાંક દ્રષ્ટિમાં નીચી નજરે દીકરી મુક્તિ કેરા આભને આંબે કોક દીકરી ક્યાંક બંધનોના પાંજરે તરફડે દીકરી […]

  • સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,

    સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ. સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી, દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ. મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ. કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને, તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ. ‘આદિલ’ ઘરેથી નિકળ્યો […]