મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ

પ્રસ્તુત છે  ‘વરસાદ’ વિશેનું એ શહેરી ગીત …
મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ

વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ
ખેતરમાં, કોતરમાં, વનમાં ને વગડામાં ટાણે-અટાણે તું આવે તે ચાલે,

પૂછીને આવવાનું રાખજે આ શહેરમાં “આઠ ને ચાલીસે આવું હું કાલે?”

લોકો છે કોરા; ભીંજાવવાના નહિ…

મેઘ તારે….
નોકરીઓ માંડમાંડ સાચવીયે છિયે એમાં છત્રીઓ કેમ કરી સાચવવી ?

પેલ્લા વરસાદનો છાંટો વાગે તો એની ખુશી કે તકલીફો દાખવવી ?

ભીતરનાં પારખા કરાવવાના નહિ…

મેઘ તારે….
એ પણ છે ખોટું કે જૂના સ્મરણ બધાં વરસી પડે છે તારી સાથે,

પીગળવા માંડે છે થીજેલી લાગણીઓ, કામ નથી પકડાતું હાથે

યંત્રોને માનવી બનાવવાના નહિ…
મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ

વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ
શહેરી

​હમણા જ બનેલી એક સત્ય ઘટના…!

​હમણા જ બનેલી એક સત્ય ઘટના…!
૨૧ વર્ષના એક યુવાને બાર્બેક પાર્ટીમાં લેન્સ પહેર્યા હશે. બાર્બેક પાર્ટી એટલે કે ખુલ્લી જગ્યામાં ભઠ્ઠી પર કોલસાથી નાન કે ચપાટી બનાવવામાં આવતી હોય. 
લેન્સ વિષેનું અધૂરું જ્ઞાન હોવાને કારણે તેણે ભઠ્ઠી સામે ૨-૩ મિનીટ સુધી જોયું…પછી અચાનક જ તે ચીસવા લાગ્યો..અહી-તહી ભાગવા લાગ્યો…તેને આંખોમાં ખુબ જ દુખવા લાગ્યું…પાર્ટીમાં કોઈને ખ્યાલના આવ્યો કે તે શું કરી રહ્યો છે!

 

હોસ્પીટલમાં તેને દાખલ કર્યો…અને કમનસીબે ડોકટરે કહ્યું કે તેણે જે કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હતા તેને કારણે તે જીંદગીભર અંધ થઇ ગયો છે. ડોકટરે વધુમાં ઉમેર્યું હતું કે તેણે જે લેન્સ પહેર્યા હતા તે પ્લાસ્ટીકના હતા અને તેને આ વાતની ખબરના હોવાને કારણે ભઠ્ઠીથી લાગેલી આગથી તે પીગળી જવા લાગ્યા અને પીગળેલ કેમિકલથી આંખોને નુકશાન થયું અને તે અંધ બની ગયો…!
મોરલ :
જયારે કુકિંગ કરતા હો, વધુ તાપમાન હોય તેવી જગ્યાએ કોન્ટેક્ટ લેન્સ પહેરીને ક્યારેય જાવ નહિ..હમેશા ધ્યાન રાખો…! 
મહેબાની કરી આ પોસ્ટ વધુમાં વધુ લોકો સુધી પહોચાડો…!

આપણુ રાષ્ટ્રગીત 

​जनगणमन-अधिनायक जय हे 

भारतभाग्यविधाता !

पंजाब सिन्ध गुजरात मराठा 

द्राविड़ उत्कल बंग ।

विन्ध्य हिमाचल यमुना गंगा 

उच्छलजलधितरंग ।

तव शुभ नामे जागे, 

तव शुभ आशिष मागे,

गाहे तव जयगाथा ।

जनगणमंगलदायक जय हे 

भारतभाग्यविधाता !

जय हे….!, जय हे….!, जय हे…!, 

जय जय जय जय हे ..।।

वंदे मातरम् । वंदे मातरम् । वंदे मातरम् ।

​પહેલું પહેલું મંગળિયું વરતાય રે 

​પહેલું પહેલું મંગળિયું વરતાય રે 

           પહેલે મંગળ  આધાર કાર્ડ  નાં દાન દેવાય રે

કેમેરા ની સાક્ષીએ ફોટા લેવાય  રે    y        

           ભાજપ પક્ષે આનંદ અતિ ઊભરાય રે
બીજું બીજું મંગળિયું વરતાય રે                

           બીજે  મંગળ પાન કાર્ડનાં  દાન દેવાય રે

બેંક  ખાતે  લેણ દેણ  ની  એન્ટ્રી  પડાય  રે               

           સૌને  હૈયે અતિ હરખ ન માય  રે
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે                

            ત્રીજે મંગળ મોટી નોટો બંધ  થાય રે     

પાનકાન ની  સાક્ષીએ   હેરા -ફેરી ક રાય રે           

            બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે
ચોથું ચોથું મંગળિયું વરતાય રે                 

             ચોથે મંગળ કાળા ધન ના  દરોડા પડાય  રે 

કર  ચોર  કેરી  બદનાંમી  બધે પ્રસારાય રે            

            શુભ દિન આજે શુકનનો કહેવાય રે

????????

શિક્ષક દિન

આજે શિક્ષક દિન નિમીતે આપ સૌ વાચકો ને શુભેચ્છા .આજે જન્માષ્ટમી અને શિક્ષક દિન નો સંયોગ થયો છે ત્યારે વિચારીએ કે શ્રીકૃષ્ણ  ભગવાન થી મહાન કોઈ શિક્ષક થાય નહી અને એમણે આપેલી શિક્ષા એટલે કે ભગવદ ગીતા જે જ્ઞાન નો સમુદ્ર છે તે અથાગ છે અને છતાં સર્વ ને સુલભ છે .આ મહાન ગ્રંથ માંથી થોડું પણ જીવન માં આચરણ કરીએ તોય જીવન સફળ છે . તો ચાલો ,આ મહાન શિક્ષક ને વંદન કરી ને એમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવા ની કોશિશ કરીએ અને સાથે મળી ને આ સુંદર ગીત જે લતાજી ના સુમધુર કંઠે ગવાયેલું  છે તે સાંભળીએ .

 

ભાઈબેન ના પ્રેમ નું ગીત

ચલો આજે એક ભાઈ બેન ના પ્રેમ નું ગીત સાંભળીએ .

 

અચાનક મુશળધારે

આ સરસ મજા ના વરસાદી વાતાવરણ માં પ્રણય ભીનું એક સુંદર ગીત શ્રી સોલી કાપડિયા ના અવાજ માં સાંભળીએ .ખુબ સરસ .મજા આવી ગઈ સાંભળી ને એટલે આપ સૌ સાથે પણ એ ગીત શેર કરું છું .

મમ્મી ભુખ લગી ,ખાના દો

મહોમદ અઝીઝ નું ગયેલું માતૃ પ્રેમ નું આ સરસ ગીત  આપ સો સાથે શેર કરું છું. આશા છે આપ સો ને ગમશે .

જીસકો કો નહી દેખા હમને કભી

મધર્સ  ડે ના દિવસે વિશ્વ ની દરેક માતાઓ ને હર્દય પૂર્વક સમર્પણ .

પિતા કદી મરતા નથી

બાપુજી ની વસમી વિદાય ને એક વરસ અને બે મહિના થયા .એક પણ દિવસ એવો ગયો નથી કે તમને ભૂલ્યા હોય .કેવી રીતે ભુલાય કારણકે તમે તો અમારા દરેક ધબકાર માં સ્વસો છો .વાત્સલ્ય ના તમારા અમી ઝરણા અને તમારા સંસ્કારો ના રૂપે તમે અમારી સાથે હરપળ જીવો છો . કાનાના લગ્ન માં તમારો  જન્મ દિવસ ઉજવ્યો ત્યારે ક્યાં ખબર હતી કે આ તમારો છેલ્લો જન્મ દિવસ ઉજવીએ છીએ .બાપુજી તમારા અનેક રૂપ મે જોયા છે અને દરેક રૂપ માં મને તમારા જાજરમાન વ્યક્તિત્વ ના દર્શન થયા છે .સુખ દુઃખ માં સમાનતા ના ભાવ રાખી જીવન પથ પર આગળ વધતા રહેવું એવો તમારો અડગ નિર્ધાર અને પ્રભુ પ્રત્યે ની નિષ્ઠા અને વિશ્વાસ તમારા જીવન નું પ્રેરક બળબની રહ્યા નવી જૂની બન્ને પેઢી માટે તમે આદર્શ હતા અને સહુ ના માર્ગદર્શક પણ . હાથ માં કામ અને મુખ મા પ્રભુ નું નામ એ તમારો જીવન મંત્ર સહુ ને પ્રેરણાના  પીયૂષ  પાતો રહ્યો .બાપુજી પહેલા આંસુ આવતા ત્યારે તમે યાદ આવતા અને આજે તમે યાદ આવો છો ને આંસુ થી આંખો ઉભરાઇ જાય છે .બસ હવે વધુ લખી શકું તેમ નથી .ગળે ડૂમો ભરાઈ જાય છે .આપ ને આ ગીત સાથે  શ્રદ્ધા સુમન સમર્પણ .

બાપુજી, જય શ્રી કૃષ્ણ .