મા બહુ ખોટું બોલે છે.

મા બહુ ખોટું બોલે છે. સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા. રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે. તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી. મા બહુ ખોટું બોલે છે. મને મોડું થાય તો જાગ્યા કરે […]

ભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી 😥🙏

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને, શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખમી […]

ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,

ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ, કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ, હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ; એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ; કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ; હૃદય ભલેને સ્ટ્રોંગ […]

લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….* *લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,* *જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.* *અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,* *થાય કસોટી તારી,* *એ પગથીયું કદી ચઢવું નથી.* *હશે મન સાફ, તો* *અંતરમાં બિરાજે છે તું આપોઆપ,* *દીધું છે…ને દેશે જ,* *ભલામણ જેવું […]

ધડપણ

ઘડપણનું છે સરસ નામ, કોઈ કહે સન્યાસાશ્રમ કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ પણ હું કહું આનંદાશ્રમ ઘડપણમા આપણે કેવું રહેવું ઘરમાં હોવ તો આશ્રમ જેવું આશ્રમમાં હોવ તો ઘર જેવું ક્યાંય ગુંચવાવું નહિ જુની યાદો કાઢવી નહિ “અમારા વખતે” બોલવું નહિ અપમાન થાયતો જાણવું નહિ ખાલી ખાલી લંબાણ કરવુંનહિ સુખ ની ભટ્ટી જમાવતા રહેવું બધાથી દોસ્તી જોડતા […]

ગુગલ નહિ કહે

કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે, કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે. કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે, કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે. ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ, ક્યારે સપનું આવશે એ ગૂગલ નહિ કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે, પણ મનમાં શું ચાલે છે […]

*ચાલોને ફરી પાછા મળીએ*

🍁🍁🍁 *ચાલોને ફરી પાછા મળીએ* થાક ઉતરી ગયો હોય તો, આ અલ્પિવરામને ખસેડીયે સફર હજુ લાંબી છે, પછી નહી પહોંચીએ લાગણી પર ચડેલી ધૂળને, આંસુઓથી લૂછીએ ફરી એજ મસ્તી તોફાનના, હિંચકા પર ઝૂલીએ મનભેદને નેવૈ મૂકી, મનમેળને સ્વીકારીએ એકબીજાની ભૂલને, સ્નેહની હૂંફથી સૂધારીઐ વટે ચડેલી વાતને, વ્હાલથી વધાવીએ જુના નિશાળ ના , દી યાદ કરીયે […]

%d bloggers like this: