સાથ

ગમે તે હર કોઈ ચીજ આપણી નથી હોતી , દરેક મુસ્કાન ખુશી ની નથી હોતી , મેળવવું તો છે દરેક ને ઘણું સારુ , પણ કયારેક સમય કે ક્યારેક નસીબ સાથે નથી હોતું .  

જન્મદિવસ ની શુભકામના

ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ? સુર્ય નું અજવાળું નથી તો શું થયું ? એક ચિરાગ જ બસ છે ઘર ને ઝળહળવા માટે , તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

પારકા કે પોતાના

કોણ અહીં પારકા ને કોણ પોતાના ,સંબંધો સૌ સ્વાર્થ ના , જે હતા પોતાના એજ થયા પારકા તો ,પારકા ક્યાંથી થાયઆપણાં, ઘર , વર ,કુટુંબ ,સંપત્તિ સઘળું જ તારું ,મે ક્યાં કદી કીધું કે આ મારું ?  

પ્રેમ

પ્રેમ ના હોત તો  ગઝલ કોણ કહેત ? કાદવ માં ખીલેલા ફૂલ ને કમલ કોણ કહેત ? પ્રેમ તો કુદરત ની અનમોલ ભેટ છે ,નહી તો , એક લાશ ના ઘર ને તાજમહેલ કોણ કહેત !!  

પીધા જગત ના ઝેર તે શંકર બની ગયો .

પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો. જલન માતરી

અંદાજ

નિખાલસ મન નો  નિખાર અલગ હોય છે , પ્રેમ સામે દુનિયા નો વ્યવહાર અલગ હોય છે , આંખો તો હોય છે સૌ ની સરખી બસ , નીરખવા નો અંદાજ અલગ હોય છે .

%d bloggers like this: