સ્વપ્ન

દુર રહેશું તો પણ તમારા હ્રદય માં રહેશું , સમય અને સંજોગ ના સથવારે મળતા રહેશું , આમ તો હું કોઈ સ્વપ્ન નથી છતાંય , તમો ચાહો તો નયનો માં શમણું બની  સજતા રહેશું .

ક્યાં ખબર હતી

ક્યાં ખબર હતી જનક દુલારી ને કે વનવન ભટકવું પડશે , અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ રામજી તરછોડી દેશે , પવિત્રતા ના પુરાવાદેવા ધરતી માં સમાઈ જાવું પડશે .  

વિશ્વાસ

કિંમત  પાણી ની નહી ,તરસ ની છે , કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે , સંબંધ  તો ઘણાં છે જીવન માં , પણ કિંમત સંબંધની નહી , તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .

સમજ

કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ? હસતા ચહેરા ઘેર ઘેર છે . સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો , બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .

સહારો ના બન્યા એવા આધારો મા માનું છું

સહારો ના બન્યા એવા આધારો  માં માનું છું કદી ઉજવી શક્યો ના એવા તહેવારો માં માનું છું , કોઈ મારું થશેએવી હજીય શ્રદ્ધા છે હૈયા માં , હસો મિત્રો હસો કે હું ચમત્કારો માં માનું છું .

અહીં છે એવો સરંજામ નથી મળવાનો

અહીં છે એવો સરંજામ નથી મળવાનો , તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો , લાખ જન્નત તું દેશે મને મારા ખુદા, મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો .

%d bloggers like this: