Category: ટીપ્સ

  • ધરેલુ સાદા ઉપચારો થી તંદુરસ્ત રહો

    આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની. પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતાં હોય છે. જોકે વધારે પ્રમાણમાં એલોપથી દવાઓનો સહારો લેવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. કેટલીક સમસ્યાઓનો સરળ […]

  • જાણો, સમજો  અને જીવન માં ઉતારો

    પ્રતિષ્ઠિત ડો.જોબન મોઢાની આ પોસ્ટ  કદાચ,તમારી આંખ ઉધાડે પણ ખરી…!   વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ  વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને  આયુર્વેદ ભણાવે છે તથા  વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી  થોડી ટીપ્સ આ સાથે સાદર […]

  • બરફ ના વિવિધ ઉપયોગો

    *બરફના ફાયદાઓ વિષે નીચેના ૧૬ તથ્યો જાણી તમને આશ્ર્ચર્ય થશે* ???????????????? *૧.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો! દવા કડવી નહિ લાગે! *૨.* વધું ખવાઈ ગયું હોય અને પાચન ન થાય તો, થોડોક બરફનો ટૂકડો ખાઈ લો. પેટમાં ખોરાક તરત પચી જશે! *૩.* જો આપની પાસે મેકઅપનો સમય ન હોય, આપની સ્કિન લૂઝ […]

  • સરગવા ની શીંગ એટલે સ્વાસ્થય  નો ખજાનો

    ​શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; પરંતુ સરગવાનાં […]

  • અજમાવી જુઓ -વજન ઓછુ કરવા માટે સરગવો

    વજન ઓછુ કરવું છે?એમાં શું વિચારવાનું ? લો આ રહ્યો સીધો સાદો ઉપાય. રોજ સવારે સરગવા નો સૂપ બનાવી પીઓ .સૂપ પીધા પછી ૧૫ થી ૨૦ મીનીટ કઈ ખાવું નહી .૧ માસ માં ૨ કિલો વજન ઉતરશે .અને ઓછી કેલરી વાળો ખોરાક લેવાનો.રોજ રાતે ત્રિફલા કે એરંડ ભૃષ્ટ હરીતકી ની ગોળી લેવી .સરગવા ની સીંગ […]

  • વધેલી રોટલી ના વિવિધ ઉપયોગ

    રોટલી વધી છે ?એનું શું કરવું ? મોંઘવારી માં બગાડ થાય એ પણ ના પોસાય . તો આ રહ્યા એના વિવિધ ઉપયોગ . ૧ . રોટલી ના ચાર ટુકડા કરી તળી લો .ઉપર મનગમતું ટોપિંગ કરી ખાઓ અથવા ફક્ત ચાટ મસાલો છાંટી ચા સાથે ખાઈ શકો . ૨. રોટલી ને સકરપારા  ની જેમ કાપી ને તળી […]

  • સુંઠ

    સુંઠ નો ચપટી પાવડર ,ઘી અને ગોળ મેળવી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ ખાવાથી શરદી માં રાહત થાય છે અને શરીર માં શક્તિ સ્ફૂર્તિ નો સંચાર થાય છે .

  • અજમાવી જુઓ

    ૧ . રોજ રાતે સુતી વખતે નાભી ઉપર શુદ્ધ ઘી લગાવવા થી હોઠ ફાટતા  નથી . ૨ . રોજ હોઠ ઉપર ઘી થી હળવા હાથે માલીશ કરતા  એકદમ કોમળ અને ગુલાબી થાય છે . ૩ . હથેળી ને કોમલ રાખવા માટે લીંબુ નો રસ અને ખાંડ ને ભેગા કરી બને હાથ ભેગા કરી મસળવા .પછી […]

  • મગ ની દાળ

    જો મગ ની દાળ ના ભજીયા ( દાળવડા ) નુ ખીરું વધ્યું હોય તો એમાં થોડું દહીં નાખી ઢોકળા ની થાળી ઉતારવી .ઠરે પછી નાના પીસ કરી તેલ માં રાઈ, હિંગ ,લીમડા ના પાન અને મરચા ની ચીરી ઓ  નાખી વઘાર કરી ગરમ ગરમ ખાવા ના ઉપયોગ માં લેવું . મગ ની દાળ ના ખીરા […]

  • બટેટાપૌંઆ

    જો બટાટા પૌંઆ વધી પડ્યા હોય તો તેને ફેકી ના દેતા મસાલા આગળ પડતા નાખી કાંદા ગાજર લીંબુ નો રસ નાખી થોડો આરાલોટ ભેળવી કટલેસ અથવા પેટીસ બનાવી તેલ માં તળી લેવી અથવા નોનસ્ટીક તવા ઉપર થોડું તેલ મૂકી શેકી લેવી .એક નવી વાનગી તૈયાર થાશે .