વલણ હું એકસરખું રાખું છું

વલણ  હું  એકસરખું   રાખું  છું,

આશા  નીરાશા માં ,

બરાબર  ભાગ  લઉં  છું  જીંદગી  ના ,

સૌ  તમાશા માં ,

સદા  જીતુ  છું  એવું કંઈ  નથી,

હારું છું  બહુધા  પણ,

નથી  હું  હારને  પલટાવા  દેતો,

તમાશા  માં .

સ્વમાની રહી ને

સ્વમાની   રહી  ને   જીવું  તો એ  મારી  લાજ  રહે,

જીવન  ના  અંત  સુધી  આનો  આ  મિજાજ   રહે,

મળી  છે  વાણી ને  વર્તન  ની મહેક   એવી કે ,

કહે  છે  સહુ પરિમલ  નું  ચમન  માં  રાજ  રહે.

ચમન માં અન્ય ને ના માન્ય હો

ચમન માં  અન્ય ને  ના માન્ય  હો,

ખુશ્બુ   ભલે  મારી,

સ્વમાની  ફૂલ   છું , મારા  સુધી  તો,

હું   સુવાસિત  છું .

હતું કેવું સંબંધો નું એ વળગણ

હતું  કેવું  સંબંધો  નું  એ વળગણ   યાદ  આવે  છે,

હતું  કેવું   સરળ  સીધું  એ  સગપણ   યાદ  આવે  છે ,

લઈને  ગોદ  માં  સાંજે  મને  માં   બેસતી  જ્યાં પર ,

એ  રસ્તા  ધૂળિયા ને  ઘર નું  આંગણ  યાદ   આવે  છે.

વૃક્ષ એકજ સેંકડો ફળ નું જાતન કરતુ રહ્યું

વૃક્ષ  એકજ સેંકડો ફળ નું  જતન   કરતુ  રહ્યું,

સેંકડો  ફળ થી  જતન  એક  વૃક્ષ  કેરું  ના  થયું ,

એમ  પોષે  છે   પિતા બે ચાર  પુત્રો ને  છતાં ,

સર્વ   પુત્રો થી જતન  એકજ  પિતા  નું  ના  થયું .

 

બચપન કી મુહોબત

 

 

બચપન  કી  મુહોબત  કો  દીલ  સે  ન  જુદા કરના ,

જબ યાદ  મેરી  આયે   મીલને  કી  દુઆ  કરના .

અરે પ્રારબ્ધ તો ઘેલું

 

અરે  પ્રારબ્ધ  તો  ઘેલું   રહે  તે  દુર  માગે તો ,

ન  માગે દોડતું  આવે   ન  વિશ્વાસે  કદી  રહેજે .

સદા દીલ ના તડપવા માં

 

 

સદા દીલ ના તડપવા  માં  સનમ ની  રાહ  રોશન  છે,

તડપતે  તૂટતાં અંદર  ખડી  માશુક   સાંઈ  છે ,

ચમન માં  આવીને  ઉભો  ગુલો  પર  આફરીન  થઇ તું ,

ગુલો ના   ભાર થી  બચતા  બદન  ગુલ ને  નવાઈ છે,

હજારો  ઓલિયા  મુરશીદ  ગયા  માશુક  માં  ડૂલી,

ન  ડૂલ્યા તે   મૂવા એવી કલામો સખ્ત   ગાઈ  છે .

નથી નીપજતો પ્રેમ

 

નથી નીપજતો  પ્રેમ વાડી માં  પાણી પાતા,

નથી નીપજતો પ્રેમ ,તેલ  ચોળ્યા  થી તાતા ,

નથી મળતો પ્રેમ ,   ગાંધી  કે દોશી  ને   હાટે,

નથી મળતો  પ્રેમ , ખોલતા  વાટે ને ઘાટે.

નથી મળતો પ્રેમ  તપાસતાં, ગુજરી ગામો  ગામની ,

કહે  તુલસી  પ્રેમ પુરો  મળે , કૃપા  હોય  શ્રી  રામ ની.

મારે મારું દુઃખ નથી બીજા ને કહેવું

 

મારે મારું  દુઃખ નથી બીજા ને કહેવું,

મારે  મારું દુઃખ  રાજી ખુશી  થી સહેવું ,

મારે  મારું દુઃખ પ્રભુ નો  પ્રસાદ ધારી,

મારે મારું દુઃખ લેવું  સ્નેહે  સ્વીકારી

દુઃખ ના વીચારો કરે ,દુઃખ કદી ઘટતું નથી ,

અરે ! માંગ્યું  મોત પણ મળતું નથી .