ધનતેરશની  શુભકામના

*ધનતેરશની  શુભકામના*
અષ્ટ પ્રકારની  લક્ષ્મી  હોય  છે. 
૧. ધન  લક્ષ્મી  : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય. 
૨. ધાન્ય  લક્ષ્મી  : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે. 
૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ. 
૪. શૌર્ય  લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ. 
૫. વિદ્યા  લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક  ઉન્નત્તિ  કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય. 
૬. ક્રિયા  લક્ષ્મી : જીવનમાં  શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર  કર્મ થાય. 
૭. વિજય  લક્ષ્મી  :  જીવનનાં  દરેક  ક્ષેત્રમાં સફળતારુપી  વિજયની પ્રાપ્તિ. 
૮. રાજ્ય  લક્ષ્મી : જે પ્રદેશમાં  રહેતા હોય તે સમૃદ્ધ હોય. 
આમ આ આઠ  પ્રકારની  લક્ષ્મીનો  તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને  આધ્યત્મિક ક્ષેત્રે  સમૃદ્ધ  બને  એવી ભગવાનનાં ચરણમાં પ્રાર્થના !

🙏🏻
શુભ સવાર 

હેપ્પી ધનતેરસ.

જય શ્રી કૃષ્ણ.!!!

હેપી દીવાળી

રંગોળી માં પૂરજો રંગ સરસ

કે રંગીન થઈ જાશે ધનતેરસ

રહેજો હંમેશા લાગણી ને વસ

કે શુભ થઈ જાશે કાળીચૌદસ

સળગાવી નાખજો નફરત ની પાળી

કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ

કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ

સંબંધોમાં કદી રાખવી ન ખીજ

કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ

કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ

હરખ થી થઈ જવા લોથપોથ

કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ

“પ્રેમ” ની મુલાયમ પાથરી જાજમ

વીતાવજો એકમેકથી લાભ પાંચમ

સૌ વાચક મિત્રોને  દિવાળી  ના તહેવાર  ની શુભેચ્છા ☺☺