સાચુ સુખ

દાદીમા બનાવતા હતા રોટલી,

પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !
રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,  

ગોળનું ઢેફું ખાવા માટે !
કબુતરોને  ચણ, 

           કીડીઓને લોટ !
શનિવારે હનુમાનને સરસવનું તેલ,  

અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું, ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!
બધું જ એજ ઘરમાંથી  અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો’તો !!
આજ..
સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !
મને આજે પણ યાદ છે..
મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા… 

દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !
ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા ! 
સોફા અને ડબલ બૅડ શું આવી ગયો, 

અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !
ઘરના માથે સૂતા’તા અને વાતો અલકમલકની કરતા’તા !
ઘરના આંગણે ઝાડ હતા, 

સૌના સુખ-દુ:ખ ભેળા હતા !
દરવાજા ઘરના ખુલ્લા રહેતા’તા,

રસ્તે જનારા પણ આવી બેસતા’તા !
કાગડા છત પર બોલતા’તા,

મહેમાન પણ આવતા જાતા,તા !
એક સાયકલ જ ખાલી પાસે હતી ,  

તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !
સંબંધો સૌ સાચવતા હતા,

રિસાતા હતા અને મનાવતા પણ હતા !
પૈસાનું ભલે છેક હતું,

પણ તેનું દુ:ખ ના એક હતું !
મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !
હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું છે !!!

Comments

Leave a Reply