સુરતી ખમણ

સુરતી ખમણ :        સામગ્રી : ૧ કપ ચણાનીદાળ ,વાટેલા  આદુ મરચા ૨ ટે સ્પૂન , ૧ ટે સ્પૂન તેલ , કોથમીર સજાવટ માટે , ૧ ટે સ્પૂન રાઈ અને ૧ ટે સ્પૂન તલ , ૫થી૭ લીમડા ના પાન  ૧ ટે સ્પૂન કોપરાનું ખમણ , મીઠું સ્વાદ મુજબ , હિંગ

રીત : -ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક પલાળી રાખો .પછી બધું પાણી કાઢી ૨ થી ૩ વખત ફરી થી ધુઓ એટલે વાસ ના મારે .હવે એ દાળ ને મિક્સી માં પીસી નાંખો . હવે એને ઢાંકી ને આથો આવવા માટે રાખી  દો .એમાં ૪થી ૫ મેથી ના દાણા નાંખો . ૮ થી ૧૦ કલાક પછી આથો આવી જાય એટલે એમાં  મીઠું , આદુ મરચા અને ૧ ટે સ્પૂન તેલ નાંખો . બરાબર હલાવી એક થાળી માં ખીરું નાંખી ઢોકળીયા માં બાફવા મુકો . બરાબર બફાઈ જાય એટલે થોડીવાર ઠંડું થાવા દો . તેનાં ટુકડા કરી લો . હવે એક  વઘારીયા  માં થોડું તેલ લો .તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાંખો ,રાઈ તતડી જાય એટલે એમાં હિંગ ,લીમડા ના પાન અને તલ નાંખી એ વઘાર  ખમણ ઢોકળા પર રેડો . ઉપર થી કોથમીર અને કોપરાનું ખમણ નાંખી સજાવો . ગ્રીન ચટણી સાથે ખમણ ની મઝા માણો . ખમણ ની ઉપર બારીક સુધારેલા કાંદા અને સેવ ભભરાવો .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: