સુઘરી નો માળો

થોડો બાવળને આવ્યો કંટાળો  ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ? થોડો બાવળને આવ્યો કંટાળો ‘સુઘરી’ કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ, વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ એમાં સ્હેજે ના ચાલે ગોટાળો ! થોડો બાવળને આવ્યો …

%d bloggers like this: